કંગના રનૌતે આપ્યું ચોંકાવનારું નિવેદન, “દિવાળી પર લાડુની અંદર પીરિયડ્સનું બ્લડ મિક્સ કરીને વહેંચું છું મીઠાઈ” જાણો શા કારણે આવું બોલી ?

બોલીવુડમાં ક્વિન તરીકે નામના મેળવનાર અભિનેત્રી કંગના રનૌત તેના બેબાક નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. કંગના કોઈપણ વિષય ઉપર બોલતા પહેલા જરા પણ અચકાતી નથી. તે જાહેરમાં અને પોતાના સોશિયલ મીડિયા દ્વારા ઘણીવાર એવા નિવેદનો આપે છે જેના કારણે તે હંમેશા ચર્ચામાં આવતી હોય છે. હાલ તેને એક નિવેદન આપ્યું છે જેને લઈને પણ માહોલ ગરમ થતો જોવા મળી રહ્યો છે.

કંગના તેની નવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને ચર્ચામાં છે. હાલમાં જ અભિનેત્રીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે કંગનાએ સદગુરુનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા કંગનાએ લખ્યું કે તેને એ દિવસો યાદ છે જ્યારે એક એડિટરે તેના પર કાળો જાદુ કરવાનો આરોપ લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કરતા લખ્યું છે કે કેવી રીતે 200 વર્ષ પહેલા મહિલાઓને ડાકણ કહીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. જો તમારી પાસે સુપર પાવર હશે તો તમે ડાકણ કહેવાશો. મને ડાકણ પણ કહેવામાં આવતું હતું પણ મેં મારી જાતને સળગવા ન દીધી, ઊલટું તે હા હા હા. હું અસલી ચૂડેલ છું વોહા આબરા કા ડબરા.

કંગનાએ તાજેતરમાં જ બે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. કંગનાએ આ પોસ્ટમાં લખ્યું છે કે કેવી રીતે એક જાણીતા અખબારના સંપાદકે આવા દાવા સાથે લખ્યું કે હું કાળો જાદુ કરું છું. કંગનાએ લખ્યું, વર્ષ 2016માં એક એડિટરે લખ્યું કે મેં સફળતા મેળવવા માટે કાળા જાદુનો સહારો લીધો અને મેં લાડુમાં મારા પીરિયડ બ્લડને મિક્સ કરીને દિવાળી ગિફ્ટ તરીકે વહેંચી. કંગનાએ તેના વિશે લખેલી આ વાતો વિશે કહ્યું કે તે દિવસો પણ ખૂબ જ રમુજી હતા જ્યારે તેના કાળા જાદુ કરવાના સમાચાર આવ્યા હતા.

કંગના કહ્યું, ‘કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ, કોઈ એજન્સી, કોઈ બોયફ્રેન્ડ ન હોવા છતાં તે ટોચ પર કેવી રીતે પહોંચી અને બધાએ સામૂહિક રીતે ‘કાલા જાદુ’ જવાબ આપ્યો. કંગનાની આ સ્ટોરી હવે ખુબ જ વાયરલ થઇ રહી છે અને આ બાબતે ઘણા લોકો અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel