“ધ કાશ્મીર ફાઇલ્સ”ને લઇને બોલિવુડ પર ભડકી કંગના રનૌત, કહી દીધી મોટી વાત, એવું એવું બોલી કે…

કંગના રનૌત તેના બેબાક અને બોલ્ડ નિવેદનો માટે સમાચારમાં છે, તેણે ભૂતકાળમાં આલિયા ભટ્ટ અને તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ વિરુદ્ધ ખૂબ જ બોલાચાલી કરી હતી. હવે તેણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વાત કરી છે. ફરક માત્ર એટલો છે કે કંગનાએ માત્ર ફિલ્મના વખાણ જ નથી કર્યા, પરંતુ તેના પર બોલિવૂડના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયા બાદ દરેક જગ્યાએ ખળભળાટ મચી ગયો છે. લગભગ 700 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મના વખાણ કરતા દર્શકો થાકતા નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મના વખાણ કર્યા હતા.

11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે બે દિવસમાં 11 કરોડ કરતા પણ વધારે કમાણી કરી હતી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની જે રીતે ચર્ચા થઈ રહી છે તેના પર બોલિવૂડનુ મૌન જોઈને કંગના રનૌત ચોંકી ગઈ છે. પ્રથમ દિવસે ફિલ્મે જે રીતે ધમાકેદાર કમાણી કરી તે પછી ટ્રેડ એનાલિસ્ટ્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સપ્તાહના બીજા દિવસે તેની કમાણીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. ફિલ્મે પહેલા દિવસે 3.55 કરોડ અને બીજા દિવસે 8.55 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મમાં અનુપમ ખેરના અભિનયના વખાણ થઈ રહ્યા છે. રવિવારે કંગના રનૌતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કરતી એક પોસ્ટ શેર કરી હતી. આ સાથે જ તેણે ઈન્ડસ્ટ્રીમાં એવા લોકો પર સવાલ ઉઠાવ્યા જેઓ ફિલ્મ વિશે કંઈ નથી કહી રહ્યા. કંગના રનૌતે લખ્યું, ‘કૃપા કરીને કાશ્મીર ફાઇલ્સને લઈને ઈન્ડસ્ટ્રીમાં જે મૌન છે તેની નોંધ લો. માત્ર વાર્તા જ નહીં પરંતુ બિઝનેસ પણ અદ્ભુત હતો. જો આપણે ફિલ્મ માટે કરાયેલા રોકાણ અને થયેલા નફા પર નજર કરીએ તો તે વર્ષની સૌથી સફળ અને નફાકારક ફિલ્મ છે.

તેણે મોટા બજેટની ઇવેન્ટ ફિલ્મો અથવા VFX ફિલ્મો વિશેની ઘણી માન્યતાઓને તોડી નાખી છે. તે ઘણી માન્યતાઓને તોડી રહી છે અને દર્શકોને થિયેટરોમાં ખેંચી રહી છે. મલ્ટિપ્લેક્સ સવારે 6 વાગ્યે શોથી ભરાઈ જાય છે. માનવું મુશ્કેલ છે. તે લખે છે, ‘બુલીદાઉદ અને તેના ચમચા આઘાતમાં આવી ગયા… એક શબ્દ પણ નહીં.. આખી દુનિયા તેમને જોઈ રહી છે પરંતુ હજુ એક શબ્દ પણ બોલ્યા નથી’. જ્યારે ફિલ્મે માત્ર બે દિવસમાં 12 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. તેમાં અનુપમ ખેર સાથે મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે.

Shah Jina