મનોરંજન

આમિર ખાનની બ્યુટીફૂલ દીકરી ઇરા આ બીમારીથી ઝઝૂમી રહી છે, જાણીને રુવાડા ઉભા થઇ જશે

બોલીવુડમાં લોકો માનસિક સમસ્યાને લઈને હવે લોકો સામે આવવા લાગ્યા છે. ઘણા સિતારો છે જે ડિપ્રેશનનો શિકાર બની ચુક્યા છે. આ મામલે હવે આમિર ખાનની દીકરી ઇરા ખાન પણ આગળ આવી છે. ઇરાએ આ વાતનો ખુલાસો એક વિડીયો દ્વારા કર્યો છે.

Image Sourceઆમિર ખાનની દીકરી ઇરા ખાને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, તે છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે. ઇરાના આ ડિપ્રેશનના વિડીયો પર કંગના રનૌતનું રિએશન સામે આવ્યું છે. કંગનાએ જણાવ્યું હતું કે, તૂટેલા પરિવારના બાળકો માટે આ ઘણું મુશ્કેલ છે.

કંગનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું પણ 16 વર્ષની વયમાં મારપીટનો સામનો કરતી હતી. આ સાથે જ હું ખુદ એકલી જ બહેનની દેખરેખ રાખતી હતી. જેના પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. આ સાથે જ મીડિયાવાળા પણ મારા પર આંગળી ઉઠાવતા હતા.

ડિપ્રેશનના ઘણા કારણો હોય શકે છે પરંતુ તૂટેલા પરિવારના બાળકોને સંભાળવું થોડું મુશ્કેલ છે. આ માટે ટ્રેડિશનલ ફેમિલી સિસ્ટમ જરૂરી છે. ઇરાએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છું. હું ક્લિનિકલ ડિપ્રેસ્ડ છું. હું ઈલાજ કરાવવા માટે ડોક્ટર પાસે ગઈ હતી, હવે હું પહેલા કરતા સારું મહેસુસ કરું છું.

છેલ્લા 1 વર્ષથી હું મેન્ટલ હેલ્થને લઈને કંઈક કરવા માંગતી હતી પરંતુ મને સમજમાં આવતું ના હતું હું શું કરું ? બાદમાં મેં વિચાર્યું કે હું તમને મારી યાત્રા પર લઇ જાઉં. ઇરાએ કહ્યું હતું કે, ચાલો શરૂ કરીએ જ્યાંથી શરૂ થયું હતું. હું કંઈ વાતથી ડિપ્રેશ થઇ હતી ? મારી પાસે તો બધું જ છે.

ઇરાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, બહુ બધું ચાલી રહ્યું છે. બહુ લોકો પાસે કહેવા માટે ઘણું છે. ઘણી વસ્તુઓ વાસ્તવમાં ભ્રામક અને તનાવપૂર્ણ છે. આસાન અને ઠીક નથી પરંતુ આ જીવન છે.

ઇરા ખાનનો એક ટેટૂ મેકિંગ વિડીયો પણ વાયરલ થયો હતો.થોડા સમય પહેલા તેની એક્ટિંગમાં ડેબ્યુની લઈને ચર્ચા થઇ હતી. ઇરાએ એક પ્લે ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું છે.