“ધ કાશ્મીર ફાઇલ્સ” જોયા બાદ કંગના રનૌતે આપી જોરદાર પ્રતિક્રિયા ! થિયેટરની બહાર નીકળતા જ કહી દીધી એવી વાત કે…

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ દિવસોમાં ચર્ચામાં છે. કાશ્મીરી પંડિતોના દર્દને વર્ણવતી આ ફિલ્મને દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બોલિવૂડની ક્વીન કંગના રનૌત દરેક મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપે છે. છેલ્લા કેટલાક દિવસોથી કંગના ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ વિશે ઘણી પોસ્ટ કરી રહી છે અને ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. હવે કંગનાએ પોતે આ ફિલ્મ જોઈ છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ મીડિયા ફોટોગ્રાફર્સની સામે આવીને કહ્યું, ‘ખૂબ સારી ફિલ્મ બનાવી છે.

Image source

ફિલ્મની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આજે તેણે બોલિવૂડના બધા પાપો ધોઈ નાખ્યા છે. એટલી સારી ફિલ્મ બનાવી છે. તેણે થિયેટરમાંથી બહાર આવતાની સાથે જ ફિલ્મના જોરદાર વખાણ કર્યા અને ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધ્યું. કંગના રનૌતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહે છે – ફિલ્મની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

તેઓએ સાથે મળીને સમગ્ર ફિલ્મ ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલા તમામ પાપોને ધોઈ નાખ્યા. એટલી સારી ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મ ખૂબ જ પ્રશંસનીય છે, જે લોકો ઉંદરોની જેમ ઇન્ડસ્ટ્રીના બિલમાં છુપાયેલા છે, તેઓએ બહાર આવીને આ ફિલ્મનું પ્રમોશન કરવું જોઈએ. તેઓ વાહિયાત ફિલ્મોને પ્રમોટ કરે છે. અગાઉ કંગના રનૌતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને એક લાંબી પોસ્ટ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ ઘણી કમાણી કરી છે. ખૂબ જ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 27.15 કરોડનો બિઝનેસ કરી લીધો. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે લગભગ 18 કરોડનું કલેક્શન કર્યું. ટ્રેડ પંડિતોનું માનવું છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

Shah Jina