મનોરંજન

યુરોપિયન સ્ટાઈલમાં બન્યો છે કંગના રનૌતનો કરોડોનો સ્ટુડિયો, જુઓ અંદરની 7 તસ્વીરો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત ખુલીને સામે આવી છે. ઘણા મુદ્દાઓ ઉપર તે નિષ્પક્ષ પોતાની વાતને રજૂ કરે છે. આ પહેલા પણ કંગનાએ દરેક મુદ્દા ઉપર પોતાનો સ્પષ્ટ મત રાખ્યો છે જેના કારણે તે ચર્ચામાં પણ આવે છે.

Image Source

કંગના ના માત્ર સફળ અભિનેત્રી છે પરંતુ ફિલ્મ મેકિંગમાં પણ તેને પોતાનો હાથ અજમાવ્યો છે. કંગનાએ એકવાર જણાવ્યું હતું કે તેને સપનું જોયું હતું કે તે પ્રોડ્યુસર બનશે. અને હવે 15 વર્ષની મહેનત પછી તે એક શાનદાર ઓફિસની માલકીન બની ગઈ છે.

Image Source

કંગનાનું આ વર્કિંગ સ્પેસ ઘણું જ ચર્ચામાં પણ રહ્યું છે. તેને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ઓફિસ ઉપર બીએમસીનો છાપો પડ્યો છે. જયારે તેને અહીંયા કોઈપણ પ્રકારનું અવૈધ નિર્માણ નથી કર્યું. કંગના આજે 9 સપ્ટેમ્બરના રોજ પોતાના હોમ ટાઉનથી મુંબઈ આવી રહી છે. તો એવામાં આજે અમે તમને તેના વર્કપ્લેસ વિશે જણાવીશું.

Image Source

કંગનાના પ્રોડક્શન હાઉસનું નામ “મણિકર્ણિકા ફિલ્મ્સ” રાખવામાં આવ્યું છે અને આ નામ તેને વર્ષ 2019માં આવેલી પોતાની ફિલ્મ “મણિકર્ણિકા:ધ ક્વિન ઓફ ઝાંસી”ના સન્માનમાં રાખ્યું છે. કંગનાએ આ ફિલ્મને કો-ડાયરેક્ટ પણ કરી છે.

Image Source

કંગનાની આ ઓફિસને બનાવવા માટે મુંબઈના પાલી હિલ સ્થિત બંગલા નંબર 5ને સંપૂર્ણ રીતે રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો હતો અને તેને વર્ક સ્ટુડીઓમાં બદલી દેવામાં આવ્યો.

Image Source

કંગનાની આ ઓફિસને બનાવવાનું કામ સેલેબ્રીટી ડિઝાઈનર શબનમ ગુપ્તાએ કર્યું છે. આ વર્કસ્પેસ માટે કંગનાએ પોતાના વિજનને શબનમ સાથે શેર કર્યું, જેને તેને બહુ જ સુંદર રીતે સજાવ્યું છે.

Image Source

કંગનાના આ પ્રોડક્શન હાઉસને યુરોપિયન સ્ટાઈલમાં સજાવવામાં આવ્યું છે. આ સ્ટુડિયોમાં કસ્ટમાઈઝડ અને હેન્ડમેડ ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓફિસમાં ટેક્સચર્ડ વોલ, ફોલર લેમ્પ્સ અને સુંદર ફર્નિચર આખા વર્કસ્પેસને ખુબ જ એથેસ્ટિક લુક આપ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો કંગનાના આ સ્ટુડિયોની કિંમત 48 કરોડ રૂપિયા છે.

Image Source

કંગનાના આ સ્ટુડિયોમાં ક્રિએટિવ અને પોઝિટિવ એનર્જી માટે ઘણી જ જગ્યા છે. વાંચવા અને વિચારવા જેવા ક્રિએટિવ કામો માટે સ્ટુડિયોમાં ખાસ જગ્યાનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

Image Source

મનાલીના પહાડો સાથે સંબંધ ધરાવનારી કંગનાને ખુલ્લી હવા, તડકો અને હર્યા ભર્યા વાતાવરણથી ખુબ જ લગાવ છે. કંઈક આવુ જ મુંબઈમાં તેના આ વર્કસ્પેસને જોઈને લાગે છે. મુંબઈ જેવા ભીડભાડ ભરેલા શહેર છતાં આ સ્ટુડિયોમાં ઘણી જ જગ્યા જોવા મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.