ખબર

કંગનાએ મોદી સાહેબને બર્થડે વિશ કરતાં કહ્યું- તમને ખૂબ જ ગંદી વાતો કહેવામાં આવે છે પણ…

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આજે તેઓ 70 વર્ષ પૂર્ણ કરી ચુક્યા છે ત્યારે તેમને દુનિયાભરમાંથી શુભકામનાઓન સંદેશ આવી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને બોલીવુડના પણ ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી છે. ત્યારે આ દરમિયાન જ હાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહેલી અભિનેત્રી કંગના રનૌતે પણ પ્રધાનમંત્રીને શુભકામનાઓની સાથે સાથે એક વિડીયો શેર કરી કેટલીક વાતો જણાવી છે.

Image Source

કંગના રનૌતે ટ્વીટર ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેને પહેલા તો મોદીજીને જન્મ દિવસની શુભકામના આપી. અને પછી કેટલીક વાતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે: “લોકો તમારું સન્માન કરે છે, તમારી પ્રશંશા કરે છે. ભાગ્યે જ કોઈ એવા લોકો હશે જે તમારું અપમાન કરશે, તમારી ગંદી વાતો કરશે, ભાગ્યે જ કોઈ તમારા માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હશે. અને તમે પણ એ વાત જાણતા હશો કે એવા બહુ જ ઓછા લોકો છે.”

Image Source

કંગનાએ આજ વીડિયોમાં આગળ જણાવ્યું કે: “આટલું બધું સન્માન, આટલી ભક્તિ અને પ્રેમ આ પહેલા કોઈપણ વડાપ્રધાનને મળ્યો નહીં હોય. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે, જે કરોડો ભારતીય સોશિયલ મીડિયા પર નથી, જેમનો અવાજ તમારા સુધી નથી પહોંચી શકતો. તે તમામ લોકો તમારી લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી રહ્યાં છે અને અમે ખૂબ જ ભાગ્યશાળી છે કે અમને તમારા જેવા વડાપ્રધાન મળ્યા. જય હિન્દ”

કંગના સિવાય પણ બીજા ઘણા બોલીવુડના કલાકારોએ પ્રધાનમંત્રી મોદીજીને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે. તેમને પણ સોશિયલ મડિયા ઉપર વિડીયો અને ફોટો પોસ્ટ કરીને પોતાના શુભેચ્છા સંદેશ લખ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.