બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. એક કાર્યક્રમમાં કંગનાએ ઘણા મુદ્દા પર વાતચીત કરી હતી. કંગનાએ ઘણા સવાલોના મજેદાર જવાબ આપ્યા હતા. કંગનાએ તેની પહેલી રિલેશનશિપને લઈને કહ્યું હતું કે, તેની પહેલી રિલેશનશિપ 17-18 વર્ષની ઉંમરમાં થઇ હતી. આ દરમિયાન કંગનાને બીજો એકસવાલ પૂછવામાં આવ્યો હતો તેનો જવાબ તેને મજેદાર આપ્યો હતો.
કંગનાએ પૂછવામાં આવ્યું હતું કે, તે એક દિવસ સવારે પીએમ નરેન્દ્ર મોદી બની ઉઠી તો પહેલી ચીજ શું કરશે ? કંગનાએ આનો જવાબ આપતા જણાવ્યું હતું કે, તે પીએમ મોદીને ખાસ અપીલ કરશે. કંગનાએ કહ્યું કે, મારુ એક નાનું અને મામૂલી કામ છે, મને માફ કરી દો પરંતુ હું મારી અંગત ફેવર માટે કહું છું.
કંગનાએ કહ્યું હતું કે, ચંદીગઢથી મનાલીનો રસ્તો બહુજ લાંબો છે. ત્યાં કોઈ સારું એરપોર્ટ પણ નથી. જો હું એક દિવસ માટે પ્રધાનમંત્રી બનું તો હું એટલું ચોક્કસ પણ કહી શકીશ કે, કુલ્લુમાં આએક સારું એરપોર્ટ બનાવવામાં આવે.
જયારે કંગનાને બીજો સવાલ કરવામાં આવ્યો કે, જો તે સલમાન બને તો એક દિવસ માટે શું બદલશે ? કંગનાએ સવાલના જવાબમાં કહ્યું હતું કે, હું મીડિયાવાળના કાન ખેંચીશ. આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે કંગનાએ કહ્યું કે, સલમાન જે કંઈ પણ કરે છે ઓક જ હોય છે તો હું કરું તો…
રૈપિડ ફાયર રાઉન્ડમાં કંગનાએ રણવીરસિંહ અને રણબીર કપુરમાંથી સૌથી સારો એક્ટર પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સવાલનો જવાબ કંગનાએ ઘણો ફેરવી-ફેરવીને આપ્યો હતો. કંગનાએ બન્ને એક્ટરને શાનદાર એક્ટર બતાવ્યા હતા.
View this post on Instagram
Looking like a dream in a @ysl outfit & @dior heels for CBFC event today 😻😻😻
તેને બેસ્ટ એક્ટર તરીકે રણવીરસિંઘની પસંદગી કરી હતી. જયારે બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં બેસ્ટ ટુ વર્સ્ટ કેટેગરીમાં કંગનાએ પહેલા કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપરા અને ફરી દીપિકા પાદુકોણનું નામ લીધું હતું.
કંગનાએ જણાવ્યું હતું કે તેને પહેલી વાર તેના ટીચર સાથે પ્રેમ થયો હતો. કંગનાએ હંસતા-હંસતા કહ્યું હતું કે, મને લાગે છે ઘણા લોકો રીલેટ કરે છે કે તેનો પહેલો પ્રેમ ટીચર જ હોય છે.
ત્યારબાદ ફરી તેને પૂછવામાં આવ્યું કે, બધાને ટીચર સાથે જ પ્રેમ કેમ હોય છે ? આ સવાલ પર કંગનાએ કહ્યું હતું કે, જયારે તમે જુવાન હોય છે ત્યારે તમારું દિલ ટીચર માટે જ ધડકે છે. કારણકે તે તમારી સામે હોય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.