થપ્પડ કાંડ બાદ સાંસદ પદ…હવે સદગુરુને મળવા પહોંચી કંગના રનૌત, લીધા આશીર્વાદ

સાંસદ બન્યા બાદ સદગુરુના શરણમાં પહોંચી કંગના રનૌત, તસવીરો શેર કરી બતાવી ઝલક

કંગના રનૌત લોકસભા ચૂંટણી 2024માં જંગી મતથી જીત્યા બાદ અને સાંસદ તરીકે શપથ લીધા બાદથી સતત હેડલાઇન્સમાં રહે છે. 9 જૂને દિલ્હીમાં સાંસદ તરીકે શપથ લીધા બાદ કંગના રનૌત સદગુરુના આશ્રમ, કોયમ્બતુર પહોંચી ગઈ છે. જ્યાંથી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. સદગુરુના શરણે પહોંચ્યા બાદ કંગનાએ તસવીર શેર કરી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કંગના રનૌતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં ઈશા ફાઉન્ડેશનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં, અભિનેત્રી સફેદ બોર્ડર વાળી ગુલાબી સાડીમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં કંગના સદગુરુની બાજુમાં જમીન પર બેઠેલી અને કેમેરા સામે હસતી જોવા મળે છે.

તો બીજા ફોટામાં અભિનેત્રી ઈશા ફાઉન્ડેશનમાં આદિયોગી શિવની મૂર્તિ સામે હાથ જોડતી જોવા મળે છે. આ ફોટો પર કંગના રનૌતે કેપ્શન પણ લખ્યું છે- ‘માય હેપ્પી પ્લેસ’. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024માં જંગી મતોથી જીત્યા બાદ કંગના રનૌત થપ્પડ કાંડને લઇને ઘણી ચર્ચામાં રહી.

વાસ્તવમાં, જ્યારે કંગના રનૌત જીત બાદ દિલ્હી આવવા માટે ચંદીગઢ એરપોર્ટ પહોંચી, ત્યાં એક મહિલા સૈનિકે તેને થપ્પડ મારી દીધી. કંગનાએ રનૌત પર હાથ ઉપાડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કંગના રનૌતે એક વીડિયો શેર કરીને આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ ઘટના બાદ ઘણા સેલેબ્સ કંગના રનૌતના સમર્થનમાં આવ્યા હતા અને મહિલા સૈનિકની કાર્યવાહીને ખોટી ગણાવી હતી.

Shah Jina