“ધાકડ” ફિલ્મ પ્રોમશનમાં પહેલા જ ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી કંગના રનૌત, લોકો બોલ્યા સંસ્કૃતિ સંસ્કાર ક્યાં?

ફિલ્મના પ્રમોશન દરમિયાન ન થવાનું થઇ ગયું, ડીપ નેક ચેક ડ્રેસમાં ખુલ્લેઆમ આ દેખાયું- જુઓ PHOTOS

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કંગના રનૌત તેના બેબાક નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, તે કોઈપણ મુદ્દા ઉપર ખુલીને પોતાનો પક્ષ રાખતી હોય છે અને તેના કારણે જ તે ચર્ચામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી કંગનાનો એક નવો જ અવતાર સામે આવી રહ્યો છે, કંગના છેલ્લા થોડા સમયથી ખુબ જ બોલ્ડ લુકમાં નજર આવી રહી છે.

કંગના રનૌતની ફિલ્મ “થલાઈવી” એક મહિના પહેલા જ રિલીઝ થઇ હતી, આ ફિલ્મની દર્શકોએ ખુબ જ પ્રસંશા પણ કરી, ત્યારે હવે થોડા જ સમયમાં કંગનાની બીજી એક ફિલ્મ “ધાકડ” પણ રિલીઝ થવા જઈ રહી છે. તેની આ ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ થશે. આ દરમિયાન જ કંગના તેની ફિલ્મના પ્રમોશન માટે નીકળી અને તેના ડ્રેસને લઈને ટ્રોલર્સના નિશાન ઉપર આવી ગઈ.

કંગનાએ પ્રમોશન દરમિયાન એક ડીપ નેક ચેક ની-લેન્થ ડ્રેસ પહેર્યો હતો. પોતાના લુકને તેને હેર બન સાથે કમ્પ્લીટ કર્યું હતો. પરંતુ કંગનાનો આ બોલ્ડ અવતાર લોકોને ખાસો પસંદ આવ્યો નહીં, અને તેના કારણે જ કેટલાક લોકો તેને ટ્રોલ કરવા લાગી ગયા.

કંગનાની આ દરમિયાન ઘણી તસવીરો કેમેરામાં કેદ કરવામાં આવી હતી, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. કંગના આ તસ્વીરોમાં ખુબ જ બોલ્ડ નજર આવી રહી છે અને સાથે જ ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે, પરંતુ કેટલાક લોકોને તેનો આ લુક પંસદ નથી આવી રહ્યો.

ઘણા લોકો કંગનાની આ તસવીરો ઉપર કોમેન્ટ કરીને તેને સંસ્કૃતિની યાદ અપાવી રહ્યા છે, તો ઘણા લોકો તેને આવા કપડાં પહેરવાની ના પણ કહી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો કંગનાને મળેલી સિક્યોરિટી ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

આ પહેલા પણ કંગના ઘણીવાર તેની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. આ પહેલા પણ બ્રાલેટ પહેરેલી તસ્વીરોને લઈને પણ કંગના ઘણી ટ્રોલ થઇ હતી. પરંતુ કંગનાને આવા ટ્રોલિંગથી કોઈ ફરક પડતો નથી.

Niraj Patel