કંગના રનૌતનો બોલ્ડ અંદાજ આવ્યો સામે, પાર્ટીમાં કર્યો ધાંસુ ડાન્સ, ફોટો ગ્રાફરને આપ્યા બોલ્ડ પોઝ, વીડિયો જોઈને ચાહકોએ પણ મોઢામાં આંગળા નાખી દીધા

અભિનેત્રી કંગના રનૌતને હમણાં જ રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી એન્યત કરવામાં આવ્યો કંગના પોતાના બેબાક નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે આ ઉપરાંત તેના લુકને લઈને પણ અવાર નવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. ઘણી પાર્ટી અને  એવોર્ડ શો દરમિયાન  તેનો બોલ્ડ લુક લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચતો હોય છે, ત્યારે હાલ એવું જ કંઈક એક પાર્ટી દરમિયાન જોવા મળ્યું.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

કંગનાએ તેની આવનારી ફિલ્મ તેજસનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ખુશીના પ્રસંગે તે તેની ટીમ સાથે ઉજવણી પણ કરતી સ્પોટ થઇ હતી. કંગનાનું હાઈ ફેશન સેન્સ પેપરાજીના સેન્ટર પર હતું. જ્યાંથી ઘણી બધી તસવીરો પણ સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

સામે આવેલી તસ્વીરોમાં કંગનાએ ગોલ્ડન યલો રંગનો ડ્રેસ પહેરી રાખ્યો છે. જેમાં અભિનેત્રી પોતાના ગ્લેમરસ અવતારને ફરી એકવાર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. કંગનાની તસવીરો ઇન્ટરનેટ ઉપર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કંગનાના આ  ડ્રેસની વાત કરવામાં આવે તો તે આ થાઈ હાઈ સ્લીટ ડ્રેસમાં કંગના ગજબની લાગી રહી હતી. સામે ડીપ નેક લાઈન અને બેકની ક્રિસ ક્રોસ પેટર્ન ખરેખર આ ડ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું.

કંગનાએ આ શાનદાર પાર્ટીવેયર ડસ સાથે સિલ્વર રંગની બ્લોક હિલ્સ કેરી કરી હતી, જે તેના પરફેક્ટ ફેશન ટેસ્ટને બતાવતું હતું. કંગનાએ આ લુક સાથે પોતાના નેચરલ કર્લી વાળને ખુલ્લા રાખ્યા હતા.  જેના કારણે તેની સુંદરતા વધારે ઉભરી આવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by $@M (@samthebestest_)

કંગનાનો આ ડ્રેસ એટલો કમાલનો હતો કે અભિનેત્રીએ તેની સાથે કોઈ જવેલરી કે હેવી મેકઅપનો ઉપયોગ પણ નહોતો કર્યો. કંગનાના આ લુકની અંદર તેની સાદાઈ પણ જોવા મળી રહી હતી, સાદાઈ સાથે કંગનાના આ લુકમાં સુંદરતા પણ ભળતી જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia)

કંગનાએ આ પરીની કેટલીક ઝલક તેના સોશિયલ મીડિયામાં પણ શેર કરી છે, જેમાં એક કેપશન પણ મુકવામાં આવ્યું છે. તેને લખ્યું છે કે, “મેરે મહેબૂબ તુજે મેરી મહોબ્બત કી કસમ”. આ લાઈન તેના ઉપર બરાબર ફિટ બેસી રહી છે.

કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ડાન્સ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે ધાંસુ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેને ફોટોગ્રાફરને પણ ખુબ જ પોઝ આપ્યા હતા, તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. તેજસ ફિલ્મની અંદર કંગના એરફોર્સ પાયલટનું પાત્ર નિભાવતી જોવા મળશે. જેને સરવેશ મેવારા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યું છે.

Niraj Patel