મનોરંજન

આમિર ખાન પર ભડકી કંગના રનૌત, એક્ટરને બતાવ્યો પાખંડી- જાણો સમગ્ર મામલો

બૉલીવુડ એક્ટર આમિર ખાન ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આમિર ખાન થોડા સમય પહેલા તુર્કીમાં તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ની શૂટિંગ કરવા માટે ગયો હતો. આમિરે તુર્કીની પ્રથમ મહિલા એમિન એદોર્ગનથી મુલાકાત કરતા વિવાદમાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

એમિનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ તસ્વીર શેર કરવામાં આવી હતી. ત્યારબાદથી આમિર ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. કંગનાએ તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી આ મુલાકાત અંગેની જાણકારી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

કંગનાએ એકાઉન્ટ પર લખ્યું, ‘આ ચોક્કસપણે ઘણા સ્તરો પર ભારત માટે ચિંતાજનક છે. આમિર ખાન માત્ર એક્ટર જ નથી જેમાં તે ભાગ લે છે. તેણે અનેક સ્તરો પર દેશને પોતાનામાં શામેલ કર્યો છે. તે એક ખૂબ મોટો આઇકન છે. તે કટ્ટરપંથી તરીકે ઉભરી આવ્યો છે. તેણે પોતાનું કામ સ્પષ્ટ કરવું જોઈએ, કારણ કે તેણે ઘણા લોકોને દુઃખ પહોંચાડ્યું છે. ‘

આ સિવાય કંગનાએ અન્ય એક ટ્વિટમાં આમિર પર નિશાન સાધ્યું હતું. કંગનાએ એક જૂનું નિવેદન શેર કરીને આમિર ખાનની બિનસાંપ્રદાયિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. આમિરને કટ્ટરપંથી ગણાવતાં કંગનાએ લખ્યું છે કે,”હિન્દુ + મુસ્લિમ = મુસ્લિમ. આ કટ્ટરવાદી છે. બે જુદા જુદા ધર્મોમાં લગ્ન કરવાનો ફક્ત આ મતલબ નથી. બીજા ધર્મમાં લગ્ન કરવાનો અર્થ એ છે કે બંને ધર્મોનું પણ મિલન થશે. તેઓમાં સમાધાન થશે. બાળકોને પણ અલ્લાહની ઉપાસના અને શ્રી કૃષ્ણની ભક્તિ શીખવવી જોઈએ. આ ધર્મનિરપેક્ષતા છે કે નથી? ‘

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ