ફિલ્મી દુનિયા

આ 4 મોટા સિતારાઓ પર કંગના રનૌત નિશાન, કહ્યું- આ લોકોની કોકીન લેવાની ચર્ચા, ડ્રગ ટેસ્ટ કરાવો

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત તેના ટ્વીટને કારણે લગાતાર ચર્ચામાં રહે છે. સુશાંતના મોત બાદ કંગનાએ બોલીવુડના દિગ્ગ્જો પર નેપોટિઝ્મનો આરોપ લગાવ્યો છે. આ વચ્ચે ફરી એક વાર કંગના ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

સુશાંત કેસમાં ડ્રગ ઍંગલથી પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરી એક વાર બૉલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઈને ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે કંગના રનૌતએ બોલીવુડના ચાર મોટા નામ પર નિશાન સાધ્યું છે. આ સાથે જ કંગનાએ કહ્યું છે કે, બ્લડ ટેસ્ટ કરાવીને સાબિત કરવું જોઈએ ડ્રગ્સ નથી લેતા.

કંગના રનૌતએ રણવીર સિંહ, રણબીર કપૂર, વિક્કી કૌશલ અને  નિર્દેશક અયાન મુખર્જી પર નિશાન સાધ્યું છે. કંગનાએ લખ્યું છે કે, હું રણવીર સિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી અને વીકી કૌશલને અપીલ કરું છું કે તે તેનો ડ્રગ્સ ટેસ્ટ કરાવે. એવી અફવાહ છે કે, આ બધા કોકીનનું સેવન કરે છે. જો આ બધાનો ટેસ્ટ બરાબર આવે છે તો પ્રેરણા આપી શકે છે. કંગનાએ આ ટ્વીટમાં પીએમઓને ટેગ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

કંગનાએ તેના ટ્વીટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરતા ટ્વીટ કર્યું હતું કે, કરણ  જોહર મુવી માફિયાનો મુખ્ય દોષી છે. ત્યાં સુધી કે ઘણા લોકોની જિંદગી ખરાબ કર્યા બાદ તે આસાનીથી ફરી રહ્યો છે. તેના પર કોઈ કાર્યવાહી નથી કરી રહી. શું અહીં આપણે આવી જ ઉમ્મીદ રાખીએ છીએ ?

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.