મનોરંજન

બોલીવુડની રાણી કંગનાએ રિલેશનશિપને લઈને કર્યો ધડાકો- કહ્યું કે એક કરતા વધારે પાર્ટનર સાથે સંબંધ બાંધવા…

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં જ આયોજિત એક ઇવેન્ટમાં ખુલ્લેઆમ ખૂબ જ બોલ્ડ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. કંગના રનૌતે રિલેશનશિપ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે લોકોએ એક કરતા વધારે સેક્સ પાર્ટનર ન રાખવા જોઈએ અને ટીનએજર્સે સેફ સેક્સ પર ધ્યાન આપવું જોઈએ.


કંગના રનૌતે કહ્યું, “સેક્સ એ દરેકના જીવનનો મહત્વનો ભાગ છે, પરંતુ જ્યારે પણ તમને સેક્સની જરૂર લાગે છે, ત્યારે તમારે કરવું જોઈએ. એનાથી ઓબ્સેસ્ડ થવાની જરૂર નથી.”

કંગનાએ કહ્યું કે મોટાભાગના લોકોના માતાપિતા એવું વિચારે છે કે આપણા પવિત્ર પુસ્તકો આપણને સેક્સ માણવાનું અનુમતિ આપતા નથી. જો કે, એવું નથી. કંગનાએ કહ્યું કે બ્રહ્મચારી લોકો તેમની સેક્સ્યુઅલ એનર્જીને બીજી કોઈ એનર્જીમાં રૂપાંતરિત કરવાની રીતોનો ઉપયોગ કરે છે. કંગનાએ કહ્યું કે સેક્સ વિશે તમામ પ્રકારના વિચારો છે અને આ બધા મળીને એક ગંદુ કોકટેલ બની ગયા છે.

કંગનાએ કહ્યું હતું કે તેના પરદાદા-પરદાદીને થાળી પર એક્સચેન્જ કરવામાં આવ્યા હતા અને ત્યારે જ તેમને કહી દેવામાં આવ્યું હતું કે આ તમારા પતિ છે અને આ તમારી પત્ની છે. આનાથી તમારી સેક્સ્યુઅલ ભાવનાઓ સંપૂર્ણપણે એ વ્યક્તિ તરફ જ ટ્રાન્સફર થવા લાગે છે.

કંગનાએ કહ્યું કે માતાપિતાઓએ એ હકીકતથી કમ્ફર્ટેબલ રહેવું જોઈએ કે તેમના બાળકોના સેક્સ્યુઅલ પાર્ટનર છે. તેઓએ આ જવાબદારી લેવી જોઈએ કે બાળકો સંતુલિત સેક્સ કરે અને પ્રોટેક્શનનો ઉપયોગ કરે. કંગનાએ કહ્યું કે પાર્ટનર બદલવાનું યોગ્ય નથી, તે તમારી સિસ્ટમ બગાડે છે. પાર્ટનર નહીં બદલવા પાછળ એક ખૂબ જ ઊંડું વિજ્ઞાન છે, જે એ બાવે છે કે આના કેટલા ઘાતક પરિણામ હોય છે.

 

View this post on Instagram

 

BTS from @dishapatilpretcouture show at #lakmefashionweek

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.