એરપોર્ટ પર કંગનાને થપ્પડ મારનાર CISF મહિલાની થઈ આવી હાલત.. મળી આ સજા, જુઓ કાયદામાં થપ્પડ મારવા પર શું છે સજા

CISF જવાને થપ્પડ માર્યા બાદ સાંસદ બનેલી અભિનેત્રી કંગના રનૌતે શું ઉઠાવ્યું કદમ ? મહિલા કર્મચારીને શું થશે સજા ? જુઓ

Kangana Ranaut slap case : હાલમાં જ હિમાચલના મંડી વિસ્તારમાંથી ચૂંટણી જીતેલી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સાથે ગુરુવારે બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાને કથિત રીતે તેને થપ્પડ મારી હતી. ઘટના બાદ બહાર આવેલી માહિતી અનુસાર આરોપી CISF જવાનોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી. કહેવામાં આવ્યું હતું કે આરોપી વિરુદ્ધ FIR નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ નવીનતમ માહિતી અનુસાર, આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી.

તાજેતરની માહિતી અનુસાર, ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે બનેલી ઘટનાની હજુ તપાસ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ FIR નોંધાઈ નથી. ડીએસપી એરપોર્ટે માહિતી આપતા કહ્યું કે કંગનાએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી. ચંદીગઢ એરપોર્ટ પર કંગના સાથે બનેલી આ ઘટનાએ હંગામો મચાવ્યો હતો અને તેનાથી સંબંધિત કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આમાંથી એક વીડિયોમાં આ ઘટનાનો આરોપી CISF જવાન ત્યાં હાજર લોકોની સામે ખેડૂતોના આંદોલન પર કંગનાના નિવેદનને ગુસ્સાથી ટાંકતી જોવા મળે છે.

જાણકારીમાં સામે આવ્યું છે કે કંગના રનૌતને થપ્પડ મારનાર CISF જવાનોનું નામ કુલવિંદ કૌર છે. 35 વર્ષય કુલવિંદર 15 વર્ષથી CISFમાં કામ કરી રહી છે અને તેનો ભૂતકાળનો રેકોર્ડ નિષ્કલંક છે. પંજાબના કપૂરથલાના રહેવાસી કુલવિંદરના પતિ પણ CISFના જવાન છે. ચંદીગઢમાં બનેલી ઘટના બાદ કંગનાએ દિલ્હી પહોંચીને એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે બિલકુલ ઠીક છે. કંગનાએ કહ્યું, ‘હું બિલકુલ સુરક્ષિત છું. હું મજામા છુ.’

તેણે આગળ કહ્યું, ‘હું સિક્યોરિટી ચેક કરીને બહાર આવી કે તરત જ બીજી કેબિનમાં રહેલી મહિલા મારી ક્રોસ કરવાની રાહ જોઈ રહી હતી અને બાજુથી આવીને મારા મોઢા પર થપ્પડ મારી અને મારઝૂડ કરવા લાગી. જ્યારે મેં તેને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું તો તેણે કહેવાનું શરૂ કર્યું કે તે ખેડૂતોના આંદોલનને સમર્થન આપે છે. પરંતુ મારી ચિંતા એ છે કે પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને આપણે કેવી રીતે હેન્ડલ કરીશું?

કાયદા પ્રમાણે કોઇને થપ્પડ મારવી એ ગુનો છે. આવા કિસ્સાઓમાં આઈપીસીની કલમ 323 હેઠળ કેસ નોંધવામાં આવે છે. આઈપીસીની કલમ 323 હેઠળ જો કોઈ પોતાની મરજીથી અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડે છે અથવા નુકસાન પહોંચાડે છે, તો તેને એક વર્ષની જેલ થઈ શકે છે. ઉપરાંત 1000 રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

Niraj Patel