બોલીવુડના સેલેબ્સ પર ભડકી કંગના રનૌત, અભિનેત્રીને થપ્પડ મારવા પર પણ ચૂપ છે કલાકારો, જુઓ પોસ્ટમાં શું કહ્યું ?
Kangana Ranaut Slams Bollywood People : અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી સીટની બીજેપી સાંસદ કંગના રનૌત સાથે તાજેતરમાં ચંદીગઢ એરપોર્ટ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સુરક્ષા તપાસ બાદ CISF મહિલા અધિકારીએ કંગના રનૌતને થપ્પડ મારી હતી. આને લઈને ઘણો હોબાળો થયો હતો અને ઘણા પ્રખ્યાત લોકોએ આ ઘટનાની નિંદા કરી હતી. કંગના રનૌતે તેમના સમર્થન માટે ચાહકો અને લોકોનો આભાર માન્યો, પરંતુ તેના પર થયેલા હુમલા પછી પણ બોલિવૂડ મૌન રહ્યું તે અંગે નારાજગી વ્યક્ત કરી. કોઈએ અભિનેત્રીની તરફેણમાં બોલવાની તસ્દી લીધી નહીં.
જો કે, આ પોસ્ટને બાદમાં કંગના રનૌતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી હટાવી દેવામાં આવી હતી, પરંતુ તેના કેટલાક સ્ક્રીનશોટ વાયરલ થયા છે. કંગના રનૌતને 6 જૂનની સાંજે CISF મહિલા જવાન કુલવિંદર કૌરે થપ્પડ મારી હતી કારણ અભિનેત્રીએ 4 વર્ષ પહેલા ખેડૂતો વિશે આપેલું નિવેદન હતું. મહિલા સૈનિકે કહ્યું કે તે સમયે તેની માતા પણ ત્યાં ધરણા પર બેઠી હતી. જોકે બાદમાં તેને સસ્પેન્ડ કરવામાં આવી. જ્યારે ઘણા રાજકારણીઓ અને ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ પ્રતિક્રિયા આપી, બોલિવૂડમાંથી કોઈએ કંઈ કહ્યું નહીં.
કંગના રનૌત પોતાના પ્રત્યે બોલિવૂડની આવી ઉદાસીનતા જોઈને માયુસ થઇ ગઈ. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક પોસ્ટ કરી છે. આમાંના એકમાં લખ્યું હતું કે, ‘ડિયર ફિલ્મ ઈન્ડસ્ટ્રી, તમે બધા કાં તો અત્યારે ઉજવણી કરી રહ્યા છો અથવા એરપોર્ટ પર મારા પર થયેલા હુમલા પછી સાવ ચૂપ બેઠા છો.”
તેને આગળ લખ્યું કે “પણ એક વાત યાદ રાખજો… જો કાલે તમે તમારા દેશની શેરીઓમાં અથવા આ દુનિયામાં ક્યાંય પણ હથિયાર વગર ફરતા હોવ અને પછી કોઈ ઈઝરાયેલ કે પેલેસ્ટિનિયન તમારા પર અને તમારા બાળકો પર આના કારણે હુમલો કરવાનો પ્રયાસ કરે, કારણ કે તમે ઈઝરાઈલના બંધક બનાવેલા લોકોના સપોર્ટમાં ઉભા હતા. તો જોજો હું તમારા હક માટે લડતી જોવા મળીશ. જો તમે ક્યારેય વિચારતા હોવ કે હું જ્યાં છું ત્યાં શા માટે છું, તો યાદ રાખો કે તમારામાંથી કોઈ મારા જેવું નથી.”