શ્રદ્ધાનો લેટર વાંચીને ઉભરાયું અભિનેત્રી કંગના રનૌતનું દર્દ, કહ્યું.”તે કમજોર નહોતી, તેનું બ્રેઈન વૉશ થયું, દરેક શબ્દ લોહીના ઘૂંટડા જેવો”

શ્રદ્ધા વૉકરની ચીઠ્ઠી વાંચીને તૂટ્યું કંગનાનું દિલ, બોલી “તે કમજોર નહોતી, પરીઓની વાર્તામાં જીવતી હતી.”

દિલ્હીની શ્રદ્ધા વૉકર હત્યાકાંડથી આખો દેશ હચમચી ગયો છે. લિવ ઇનમાં રહેતા પ્રેમી આફતાબે તેની હત્યા કરીને લાશના 35 ટુકડા કરી દીધા. ત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો આ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ મુદ્દે હવે દરેક બાબતે પોતાનો નિષ્પક્ષ મત આપનારી બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત પણ સામે આવી છે. કંગનાએ શ્રદ્ધાનો એક પત્ર પોતાની સ્ટોરી પર શેર કરીને પોતાનું દર્દ અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

કંગના રનૌતે લખ્યું છે કે, “આ તે પત્ર છે જે 2020માં શ્રદ્ધાએ પોલીસની મદદ માંગતો લખ્યો હતો. તે હંમેશા તેને ડરાવતો હતો અને તેના ટુકડા કરી નાખવાની ધમકી આપતો હતો. તેણે લખ્યું છે કે તે તેને બ્લેકમેલ કરતો હતો પરંતુ કોઈક રીતે તેણે તેનું બ્રેઈનવોશ કર્યું અને તેને પોતાની સાથે દિલ્હી લઈ ગયો. તેણે તેણીને દુનિયાથી અલગ કરી દીધી અને તેણીને કાલ્પનિક દુનિયામાં લઈ ગયો. આપણે બધા જાણીએ છીએ કે આ ‘લગ્નનું વચન’ આપીને કરવામાં આવ્યું હતું.”

કંગનાએ આગળ લખ્યું “તે કમજોર નહોતી. તે એક છોકરી હતી જેનો જન્મ આ દુનિયામાં રહેવા માટે થયો હતો પરંતુ કમનસીબે તેની પાસે એક સ્ત્રીનું હૃદય હતું જેની કુદરતી વૃત્તિ રક્ષણ અને સાજા કરવાની છે. આપણી ધરતીની જેમ જ સ્ત્રીનો પણ એવો ગર્ભ છે કે જે કોઈની વચ્ચે ભેદભાવ રાખતો નથી. તેણી તે બધાને અપનાવી લે છે પછી ભલે તે તેના લાયક હોય કે ન હોય. તે પરીકથાઓમાં વિશ્વાસ કરતી હતી. તે માનતી હતી કે વિશ્વને તેના પ્રેમની જરૂર છે. તે એવી દેવી હતી જેની પાસે ઘા મટાડવાની શક્તિ હતી.”

પોતાની વાત ચાલુ રાખતા કંગનાએ લખ્યું  “તે નિર્બળ ન હતી, તે એક પરીકથામાં રહેતી એક છોકરી હતી. તે પરીકથામાં તેના હીરોની અંદર છુપાયેલા રાક્ષસો સામે લડવાનો પ્રયાસ કરી રહી હતી. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ આપણને અભિભૂત કરી દે છે. તેને રાક્ષસોને મારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ હીરો ઈચ્છતો હતો કે રાક્ષસો જીતે અને તે જ થયું.”

Niraj Patel