ફિલ્મી દુનિયા

કંગના રનૌતે ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું: “એ મને પાર્ટીમાં લઇ જતો હતો, મારી ડ્રિન્કમાં કંઈક મેળવી દેતો અને પછી જે કરતો એમાં…..”

કંગનાનો બોલીવુડ પાર્ટીનો કાંડ છાંટો કર્યો: કહ્યું કે તે મને પાર્ટીમાં લઈ જતો, એક દિવસ મારા ડ્રિંકમાં…

અભિનેત્રી કંગના રનૌતને બોલીવુડમાં ક્વિન તરીકે ઓળખાય છે. તે ના માત્ર એક સફળ અભિનેત્રી છે પરંતુ તે પોતાની વાત પણ કોઈપણ ડર વિના રજૂ કરવા માટે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલામાં પણ તે ખુલીને ન્યાય માંગવા માટે સામે આવી છે. હાલમાં જ તેને સુશાંત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની પણ મદદ કરવાની વાત જણાવી હતી.

Image Source

હાલમાં જ કંગનાએ આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને ઘણા ખુલાસા કર્યા હતા. કંગનાએ જણાવ્યું હતું કે તેને ફક્ત 16 વર્ષની ઉંમરમાં જ મનાલી એટલે કે પોતાનું ઘર છોડી દીધું હતું. જયારે તે મુંબઈ આવી ત્યારે એક અભિનેતા તેનો મિત્ર બની ગયો જેને કંગનાને ફિલ્મોમાં કામ આપવાની મદદ કરવાનો વાયદો કર્યો. એ સમયે કંગના એક આંટી સાથે રહેતી હતી. કંગનાના એ અભિનેતા મિત્રએ તે આંટીને પણ ઈમ્પ્રેસ કરી દીધા અને પોતાને કંગનાનો મેન્ટર જણાવવા લાગ્યો. ત્યારબાદ ત્રણેય સાથે જ રહેવા લાગ્યા.

Image Source

કંગનાએ ઇન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું હતું કે: “એ વ્યક્તિએ આંટી સાથે ઝઘડો કરીને ત્યાંથી નીકળી જવાની વાત કરી હતી અને ઘરમાં મને લોક કરી દીધી. હું કંઈપણ કરતી એનો સ્ટાફ તેને જણાવી દેતો. તે મને પાર્ટીમાં લઈને જતો હતો. એક પાર્ટીમાં મને નશાનો અનુભવ થયો. અમે નજીક આવવા લાગ્યા. મને અનુભવવા લાગ્યું કે મારી ડ્રિન્કમાં કંઈક ભેળવવામાં આવ્યું છે. કારણ કે જે કઈ થઇ રહ્યું હતું મારી મરજીથી નહોતું થઇ રહ્યું. આ ઘટના બાદ તે પોતાની જાતને મારો પતિ માનવા લાગ્યો. જયારે હું તેને કહેતી કે તું મારો બોયફ્રેન્ડ નથી તો તે મને મારવા માટે ચપ્પલ ઉઠાવતો હતો.”

Image Source

આ ઉપરાંત કંગનાએ આગળ જણાવ્યું હતું કે: “તે વ્યક્તિ મને દુબઈના લોકો સાથે મિટિંગમાં લઇ જતો હતો. મને ડર લાગતો હતો કે ક્યાંક તે લોકો મને દુબઇ સપ્લાઈ ના કરી દે. જયારે મને ફિલ્મ ગેંગસ્ટર મળી ત્યારે હું શૂટ પર ના જઈ શકું તેન માટે તે મને ઇન્જેક્શન આપવા લાગ્યો. તે સમયે અનુરાગ બાસુએ મારી મદદ કરી હતી.”

Image Source

તો કંગનાએ સુશાંત વિશે વાત કરતા જણાવ્યું હતું કે: “રિયાએ ડ્રગ્સ કોઈ બીજા દેશમાંથી વ્યવસ્થા કરીને મંગાવ્યું હશે.” સાથે જ કંગનાએ કહ્યું કે બૉલીવુડ સ્ટાર્સની પત્ની આવી ડ્રગ્સ પાર્ટી હોસ્ટ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.