આરપાર દેખાય એવા કપડાં પહેરીને તસવીરો પોસ્ટ કર્યા બાદ ટ્રોલર્સના નિશાન ઉપર આવેલી કંગનાએ આપ્યો ટ્રોલર્સને જડબાતોડ જવાબ

આવી શરમજનક તસવીરોને લઈ કંગનાએ ટ્રોલ્સને આપ્યો મુંહતોડ જવાબ, કહ્યું- જે મને સનાતન ધર્મનું જ્ઞાન…જુઓ

પોતાના બેબાક અંદાજ અને નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે ગઈકાલે તેના સોશિયલ  મીડિયામાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં કંગનાએ આરપાર દેખાય એવી બ્રાલેટ અને સફેદ  જીન્સ પહેર્યું હતું. કંગનાના તસવીરો પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં ટ્રોલર્સ સામે આવ્યા હતા અને ઘણા યુઝર્સ દ્વારા કંગનાને ટ્રોલ પણ કરવામાં આવી હતી. હવે આ બાબતે કંગનાએ પણ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

કંગના બુડાપેસ્ટમાં પોતાની આવનારી ફિલ્મ “ધાકડ”નું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તેની રેપઅપ પાર્ટી પહેલા કંગનાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી જેના બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા અને સંસ્કૃતિ અને સનાતનની વાતો પણ કરવા લાગ્યા હતા.

કંગના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરના બેકગ્રાઉન્ડમાં સન સેટ નજર આવી રહ્યો હતો. કંગના કોઈ તળાવના કિનારે ઉભી રહીને પોઝ આપી રહી હતી. આ તસ્વીરની અંદર કંગનાએ સફેદ રંગના બ્રાલેટ અને પેન્ટમાં નજર આવી રહી છે. તેને પોતાના લુકને બન અને ગોલ્ડન ચેન સાથે કપૂર્ણ કર્યો હતો.

આ તસ્વીરમાં કંગના ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ તસ્વીર શેર કરવાની સાથે તેને એક શાયરી પણ કેપશનમાં લખી છે. કંગનાએ શાયર ગાલિબની એક ખુબ જ સરસ શાયરી “મોહ્હબત્તમેં નહીં હે ફર્ક જીને ઔર મરને કા, ઉસી કો દેખકર જીતે હે જિસ કાફિર પે દમ નીકલે” કેપશનમાં લખી છે.

ઘણા લાંબા સમય પછી કંગનાનો આ બોલ્ડ અવતાર જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે. તેના આ સુપર બોલ્ડ અવતારને લઈને કંગના ચર્ચામાં છે. જ્યાં કેટલીક અભિનેત્રીઓને કંગનાનો આ લુક પસંદ આવી રહ્યો છે તો કેટલાક યુઝર્સ કંગનાના આ બોલ્ડ અંદાજને ના પસંદ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે તે મોટાભાગે કપડાં ઉપર બીજા સ્ટાર્સને સલાહ આપે છે અને પોતે બ્રાલેટમાં પોઝ આપી રહી છે. ઘણા યુઝર્સ તેને આમ કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.

હવે કંગનાએ પોતાની તસવીરો ઉપર ટ્રોલ કરનાર ટ્રોલર્સને જવાબ આપ્યો છે. કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી ઉપર એક  પહેરેલી એક યુવતીની તસ્વીર શેર કરી છે. સાથે જ તેને કેપશનમાં લખ્યું છે કે, “જે લોકો મને સનાતનધર્મ  વિશે જ્ઞાન આપી રહ્યા છે. મહેરબાની કરીને સમજી લો કે તમે અબ્રાહિમિક જેમ લાગી રહ્યા છે.”

તમને જણાવી દઈએ કે કંગના ફિલ્મ “ધાકડ”માં એજન્ટ અગ્નિનું પાત્ર નિભાવતા નજર આવવાની છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મુખ્ય કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત કંગના “તેજસ” અને તામિલનાડુની દિવંગત મુખ્યમંત્રી જય લલિતાની બાયોપિક “થલાઈવી”માં નજર આવશે.

Niraj Patel