હિજાબ વિવાદ પર આપી કંગનાની પ્રતિક્રિયા, કહ્યુ- હિંમત બતાવવી હોય તો…

કંગના રનૌત એક એવી બોલીવુડ અભિનેત્રી છે જે દેશમાં ચાલી રહેલા દરેક મોટા મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. આ સમયે દેશમાં ‘હિજાબ વિવાદ’ ચાલી રહ્યો છે. કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલો વિવાદ હાલમાં દેશભરમાં ચર્ચામાં છે. આ મુદ્દે બોલિવૂડ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે. અત્યાર સુધી રિચા ચડ્ડા, જાવેદ અખ્તર જેવા ઘણા સ્ટાર્સ આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.ત્યારે હવે કંગના રનૌતે આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના રનૌતે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લેખક આનંદ રંગનાથનની પોસ્ટનો એક પ્રિન્ટ શૉટ શેર કર્યો છે, જેમાં બે તસવીરોમાં ઈરાનની ઝલક બતાવવામાં આવી છે. આમાં એક તસવીર વર્ષ 1973ની છે અને બીજી અત્યારની છે.

આનંદ રંગનાથનની આ પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું છે કે, ‘જો તમારે હિંમત બતાવવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ન પહેરીને બતાવો… પોતાને પિંજરામાંથી મુક્ત કરતા શીખો.’ કંગનાની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉડુપીની સરકારી પીયુ કોલેજ ફોર વુમનમાં 6 વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરતા અટકાવવામાં આવી. જે બાદ વિદ્યાર્થિનીઓએ કોલેજ પ્રશાસનના આ નિર્ણયનો વિરોધ કરીને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

કંગના રનૌત પહેલા પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે, ‘હું ક્યારેય હિજાબના પક્ષમાં નથી રહ્યો. હું હજી પણ તેની સાથે ઊભો છું, તે જ સમયે હું ગુંડાઓની નિંદા કરું છું જે છોકરીઓના તે નાના જૂથને ડરાવવાનો પ્રયાસ કરે છે. શું આ તેમનું “પુરુષત્વ” છે. તે અફસોસની વાત છે.’ ત્યાં, રિચા ચઢ્ઢાએ ટ્વિટ કરીને લખ્યું, ‘તમારા છોકરાઓને વધુ સારી રીતે મોટા કરો. કાયરોનું ટોળું એકલી વિદ્યાર્થીની પર હુમલો કરવામાં ગર્વ અનુભવી રહ્યું છે. તે શર્મજનક છે. આવનારા કેટલાક વર્ષોમાં તે બધા બેરોજગાર, નિરાશાહીન અને ગરીબ બની જશે. આવા માટે કોઈ સહાનુભૂતિ નથી, કોઈ મુક્તિ નથી. હું આવી ઘટનાઓ પર થૂંકું છું.

જ્યારે મામલો આગળ વધ્યો, ત્યારે કોલેજ પ્રશાસને વિદ્યાર્થિનીઓનાં માતા-પિતા અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જે અનિર્ણિત રહી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે આ મામલાને લઈને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન બાદ તણાવ વધી ગયો છે, તો કેટલીક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પ્રશાસનને દરમિયાનગીરી કરવી પડી હતી.

કંગનાની વાત કરીએ, તો તે ટૂંક સમયમાં OTTમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં એકતા કપૂરના શો ‘લોક અપઃ બેડએસ જેલ, અત્યાચારી ખેલ’ હોસ્ટ કરતી જોવા મળશે. આ શોનું ફોર્મેટ પણ ઓછું રસપ્રદ નથી. આ શોનું ફોર્મેટ બિગબોસ જેવું છે. બિગબોસની જેમ, અહીં ફક્ત સેલેબ્સ જ શોનો ભાગ હશે અને તેમને લોક કરવામાં આવશે. આ શોમાં તે સેલેબ્સ ભાગ લેશે જેઓ એક યા બીજી રીતે સતત ચર્ચામાં રહ્યા છે અને દર્શકોને તેમને જોવું ગમશે. આમાં સ્પર્ધકોને ટાસ્ક પણ આપવામાં આવશે.

Shah Jina