FIR બાદ દારૂનો ગ્લાસ હાથમાં લઇ બોલ્ડ અંદાજમાં કંગના રનૌતે શેર કરી તસવીર, જણાવ્યુ અરેસ્ટ કરવા આવે તો કેવો હશે મૂડ…

FIR બાદ બોલ્ડ બાલા બની કંગના રનૌત, બોલી- ધરપકડ કરવા આવે તો મૂડ…

બોલીવુડ ક્વીન કંગના રનૌત તેની ફિલ્મોમાં ખૂબ વ્યસ્ત છે. પરંતુ તે તેના કામથી અલગ, તે પોતાના દેશ અને વિશ્વની ઘટનાઓ પર પણ નિવેદન આપે છે. તે તેના નિવેદનોને કારણે વિવાદમાં પણ આવી જતી હોય છે. અભિનેત્રી કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનને કારણે હાલ ચર્ચામાં છે. જ્યાં અભિનેત્રીએ 1947ની સ્વતંત્રતા પર પોતાની રાય રાખી હતી ત્યાં પીએમ મોદી દ્વારા કૃષિ કાયદાઓ પરત ખેચવામાં આવ્યા તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ 1947ની આઝાદીને ભીખ ગણાવી હતી અને શીખ સમુદાય વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણીની પોસ્ટ શેર કરી હતી, જેના કારણે અભિનેત્રી વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આ બધા વચ્ચે કંગનાએ તેની એક બોલ્ડ તસવીર અને તેની સાથે એક ખાસ કેપ્શન તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યુ છે. કંગના તેના બેબાક નિવેદનને કારણે હેડલાઇન્સમાં રહે છે અને લોકો તેની વિશે શું કમેન્ટ કરે છે તેનાથી તેને કોઇ ફરક પડતો નથી. તેને એ વાતનો પણ ફરક નથી પડતો  કે તેના વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. હાલમાં જ અભિનેત્રીએ તેની બોલ્ડ તસવીર શેર કરી છે, જેમાં તે એક વાઇનનો ગ્લાસ લઇને ઊભી છે. તેણે બ્લેક હાઇ સ્લિટ સ્કર્ટ અને બ્રાલેટ પહેરી છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યુ છે કે, જો કોઇ અરેસ્ટ કરવા આવે છે તો ઘરે મારો આ મૂડ છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

કંગના રનૌતે ખેડૂત મુદ્દાને લઇને ફેસબુક એકાઉન્ટથી એક વિવાદિત પોસ્ટમાં લખ્યુ હતુુુ કે, ખાલિસ્તાની આતંકવાદી આજે ભલે સરકારનો હાથ મરોડી રહી છે પરંતુ એ મહિલા એટલે કે ઇન્દિરા ગાંધીને ના ભૂલવા જોઇએ, જેણે પોતાના ચંપલ નીચે આમને કચડી દીધા હતા. પોતાના જીવની કિંમત પર તેમણે મચ્છરોની જેમ કચડી દીધા હતા. પરંતુ દેશના ટુકડા થવા દીધા ન હતા. તેમની મોતના દાયકા બાદ પણ આજે પણ તેમના નામથી કાંપે છે લોકો, આમને આવો જ ગુરુ જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

એક દિવસ પહેલા કંગના વિરૂદ્ધ ભોઇવાડા પોલીસ સ્ટેશન દાદરમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આઇપીસી કલમ 153, 153 એ, 153 બી, 504, 505, 505 (2) અને આઇટી એક્ટ 2000ની ધારા 79 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શીખ વિશે નિવેદન પછી, દિલ્હી શીખ ગુરુદ્વારા વ્યવસ્થાપક સમિતિ (ડીએસજીએમસી) એ રાજદ્વાર સામે રાજદ્રોહ અને અપમાનજનક ટિપ્પણી માટે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. કામની વાત કરીએ તો, કંગના ટૂંક સમયમાં જ ધાકડમાં જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત, અભિનેત્રી તેજસ, સીતા અને ટીકૂ વેડ્સ શેરૂ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina