ફિલ્મી દુનિયા

આટલા ઝડપથી અને આટલો મોંઘો વકીલ કરવા માટે રિયા ચક્રવર્તી ઉપર કંગનાએ ઉઠાવ્યા સવાલ, કહી આ વાત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી ઇન્ડસ્ટ્રીના માથે ઘણા સવાલો ઉભા થયા છે આ બધામાં તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીના માથે રોજ એક નવું સંકટ આવતું જાય છે. અભિનેતાના મૃત્યુ ઉપર બોલીવુડના જ ઘણા લોકો આગળ પણ આવ્યા હતા. જેમાં કંગના રનૌત પણ હતી. કંગનાએ ન્યાય માટે ખુલીને પોતાનો આવાજ ઉઠાવ્યો છે.તે સતત સોશિયલ મીડિયામાં ન્યાય માટે અપીલ કરી રહી છે. હવે રિયા દ્વારા મોંઘા વકીલ કરવા ઉપર પણ કંગનાએ સવાલો ઉભા કર્યા છે.

Image Source

કંગનાએ હલામાં જ એક ન્યુઝ ચેનલ સાથે વાત કરી છે. જેમાં રિયા ઉપર સવાલો ઉભા કરતા કહ્યું છે કે “જો તેને લાગે છે કે તે સાચે જ કસૂરવાર નથી તો તેને ક્રિમિનલ વકીલ કેમ રાખ્યો? જેની આટલી મોટી ફીસ છે. આટલા જલ્દી જ તેને વકીલ કેમનો રાખી લીધો?” આ ઉપરાંત તેને રિયા ચક્રવર્તી અને બોલીવુડના ફિલ્મી સિતારાઓની પણ આલોચના કરી છે.

Image Source

કંગનાએ આમિર ખાન અને અનુષ્કા શર્મા ઉપર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમને સુશાંત સિંહ રાજપૂત મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્યણ ઉપર આમિર ખાન સહીત ઘણા ફિલ્મી સિતારાઓને આડાહાથે લીધા છે.

Image Source

તેને કહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈએ પણ દિવંગત અભિનેતાના મૃત્યુની સીબીઆઈ તપાસ માટે અવાજ નથી ઉઠાવ્યો. આમિર માટે કંગનાએ કહ્યું છે કે આમિર ખાને પણ આ વિશે કશું જ નથી કહ્યું. જયારે સુશાંતે આમિર સાથે ફિલ્મ પીકેમાં પણ કામ કર્યું હતું.

Image Source

આ ઉપરાંત અનુષ્કાને પણ પોતના નિશાના ઉપર લેતા કંગનાએ કહ્યું છે કે ઇન્ડસ્ટ્રી એક ગેંગની જેમ કામ કરે છે. એક તરફ જ્યાં આમિર કશું નથી બોલી રહ્યો તો અનુષ્કા શર્મા પણ ચૂપ છે. કંગનાએ આદિત્ય ચોપડા અને રાની મુખર્જીનું પણ ઉદાહરણ આપ્યું. તેને કહ્યું કે તમારી જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા વાળા તમારા કલિંગનું મૃત્યુ થઇ જાય છે અને તમારી પાસે એક શબ્દ નથી બોલવા માટે ?

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.