કંગના રનૌતની હાલમાં “જજમેન્ટલ હૈ ક્યા” ફિલ્મ આવી હતી, આ ફિલ્મ બોક્સ ઓફિસમાં કોઈ ખાસ કમાણી ન કરી શકી. કંગના પોતાની બધી જ ફિલ્મમાં પોતાના પાત્ર પાછળ ખૂબ જ મહેનત કરે છે પછી ભલે એ પાત્ર ભજવવામાં હોય કે તેને લુકમાં હોય તે ક્યારેય મહેનત કરવાથી પાછળ નથી હટતી. હાલમાં તે દિવંગત રાજનેતા જયલલિતાની બાયોપિક “થલાઈવી”ની તૈયારીમાં લાગેલી છે. હાલમાં જ કંગનાનો એક ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો છે. આ ફોટોને તેને તેના ઇન્સ્ટગ્રામના એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ તસ્વીરમાં કંગના પ્રોસ્થેટિક મેકઅપની મદદથી જયલલિતાનો રૂપ લેશે. પ્રોસ્થેટિક મેકઅપ કરતા સમયની તેની એક તસ્વીર સામે આવી છે. આ લુક ટેસ્ટ માટે તે બે દિવસ પહેલા લોસ એન્જલિસ જવા નીકળી હતી. કંગનાના આ ફોટા જોઈને એવું અનુમાન કરી શકો છો કે તે આ ફિલ્મ માટે કેટલી મહેનત કરે છે.
તસ્વીરમાં તમે જોઈ શકો છે કે કંગના શાંતિથી બેઠી છે. આ પ્રક્રિયાથી તેને શ્વાસ લેવું પણ કેટલું મુશ્કેલ હશે એ તો તમે જોઈ જ શકતા હશો. હોલિવુડના ફેમસ મેકઅપ આર્ટિસ્ટ જૈસન કોલિંગ કંગનાનો આ લુક ટેસ્ટ કરે છે. જૈસન “કેપ્ટન માર્વેલ” અને “બ્લેડ રનર 2049” જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
#Bollywood queen #KanganaRanaut is made heads turn in a #TarunTahiliani Saree & Latique Necklace as she stepped out for the #MilleniumBrillianceAwards 2019 in Bangkok, Thailand. pic.twitter.com/DNwYygnMpt
— YuppTV (@yupptv) September 17, 2019
ખબરો અનુસાર, આ ફિલ્મ ત્રણ ભાષામાં આવવાની છે તમિલ, તેલુગુ અને હિન્દી. આ ફિલ્મ માટે કંગનાએ લગભગ 20 કરોડ રૂપિયાની મોટી રકમ લીધી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks