કિશન ભરવાડની કેસમાં બૉલીવુડ એક્ટ્રેસ કંગના ભડકી, કહ્યું, ‘તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો, તેની પત્નીને પેન્શન મળવું જોઈએ’

અમદાવાદના ધંધુકામાં માલધારી સમાજના કિશનની હત્યાનો મામલો સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ હવે તો આ મુદ્દાએ આખા દેશમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. ત્યારે આ ઘટનાના પડઘા છેક હવે બોલીવુડ સુધી પહોંચી ગયા છે. હમણાં જ આ મેટરમાં અભિનેત્રી કંગના રનૌતે ફેસબુક પર પોસ્ટ મૂકીને પ્રતિક્રિયા આપી છે.

જેમાં કંગનાએ FB પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘કિશનની હત્યા મૌલવી દ્વારા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. કિશન દેશની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે. જેથી કિશનની પત્નીને પેન્શન મળવું જોઈએ.’ બૉલીવુડ એક્ટ્રેસ કંગનાએ જણાવ્યું કે, ‘FB પોસ્ટ પર કિશન ભરવાડના ખૂનની મેટર યોજના એક મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેને લાગ્યું કે ભગવાનને તેની પોસ્ટ પસંદ નથી. ગોડના નામ પર ખૂન થતા બંધ થવી જોઈએ,

આપણે કોઈ મધ્યમ યુગમાં નથી જીવતા અને ભારત સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન હજુ તો માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી છે, તેની પોસ્ટ દૂર કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં તેને 4 માણસોએ નિર્દયતાથી મારી નાખ્યો. તે શહીદથી ઓછો નથી. તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે. આ એવાં લોકો છે કે જે આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યાં છે. તેની વિધવા પત્નીને પેન્શન મળવું જોઈએ, ઓમ શાંતિ…’

YC