‘બીફ ખાવું ખોટુ નથી…’ જૂના ટ્વિટ પર વધ્યો વિવાદ તો કંગના રનૌતને કરવી પડી સ્પષ્ટતા, કહ્યુ- સાચી હિંદુ છું આ ઘટિયા…

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવાર કંગના રનૌતનું નિવેદન બીફને લઈને શરૂ થયેલા વિવાદ પર આવ્યું છે. કંગનાએ કહ્યું છે કે તે બીફ કે કોઈપણ પ્રકારનું રેડ મીટ નથી ખાતી. કંગનાએ તેના વિશે ફેલાવવામાં આવી રહેલી બાબતોને અફવા ગણાવી છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર વિપક્ષ (કોંગ્રેસ)ના નેતા વિજય વડેટ્ટીવારે કંગના પર બીફ ખાવાનો આરોપ લગાવ્યો હતો.

તેણે કહ્યું હતું કે ભાજપે કંગનાને ટિકિટ આપી છે, જેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેને બીફ ગમે છે અને તે ખાય છે. કોંગ્રેસ નેતાના આ નિવેદનનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો. હવે કંગનાએ આ નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. કંગનાએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું, ‘હું બીફ કે કોઈપણ પ્રકારનું રેડ મીટ નથી ખાતી. તે અત્યંત શરમજનક છે કે કોઈ પણ આધાર વગર મારા વિશે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

હું દાયકાઓથી યોગિક અને આયુર્વેદિક જીવનશૈલીની હિમાયત કરતી આવી છું અને તેને વધારો આપુ છુ. મારી ઈમેજને ખરાબ કરવાનો આ પ્રયાસ બિલકુલ ચાલશે નહીં. લોકો સારી રીતે જાણે છે કે હું એક ગર્વિત હિંદુ છું. કોઇ પણ તેને ગુમરાહ નહિ કરી શકે. જય શ્રી રામ.’ જણાવી દઇએ કે, કંગનાએ 24 મે 2019ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.

જેમાં તેણે લખ્યુ હતું કે, ‘બીફ અથવા અન્ય કોઈ માંસ ખાવામાં કોઈ નુકસાન નથી. તે ધર્મ વિશે નથી ! એ વાત કોઈથી છુપી નથી કે 8 વર્ષ પહેલા મેં શાકાહાર અપનાવીને યોગીનો માર્ગ પસંદ કર્યો હતો. હું માત્ર એક જ ધર્મમાં માનતી નથી. તેણે વધુમાં કહ્યું હતું કે ઠીક વિપરિત મારો ભાઈ માંસ ખાય છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!