“આજે મારુ ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે”, મહારાષ્ટ્રની રાજનીતિની ઉથલ પાથલ વચ્ચે કંગના રનૌતનો જૂનો વીડિયો વાયરલ

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં છે. ધારાસભ્યોના બળવાખોર વલણને કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી જવાનો ભય છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ફેસબુક લાઈવ દ્વારા આ રાજકીય સંકટ પર ખુલીને વાત કરી અને કહ્યું કે હું રાજીનામું આપવા તૈયાર છું. મહારાષ્ટ્રમાં આ રાજકીય સંકટ વચ્ચે અભિનેત્રી કંગના રનૌતનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કંગનાએ આ વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે વિશે ભવિષ્યવાણી કરી હતી, જે આજે સાચી સાબિત થઈ રહી છે.

વર્ષ 2020માં BMCએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું, ત્યારે તેણે ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ કહ્યું હતું કે એક દિવસ ઉદ્ધવ ઠાકરેનો અહંકાર તૂટી જશે. BMCએ ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવતા કંગના રનૌતની ઓફિસ તોડી પાડી હતી, જે બાદ કંગનાએ ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકાર સામે મોરચો ખોલ્યો હતો. કંગના બીજેપી સમર્થક છે, તેથી તેણે પોતાનો ગુસ્સો ઉદ્ધવ ઠાકરે પર ઠાલવ્યો.

આ વીડિયોમાં કંગના ગુસ્સાથી ભરપૂર કહે છે કે જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલાનું અપમાન કરે છે, તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે, ત્યારથી તેનું પતન શરૂ થઈ જાય છે. આની આગળ કંગના કહે છે કે ઉદ્ધવ ઠાકરે, તમને શું લાગે છે કે તમે મારાથી બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યુ છે, કાલે તમારો અભિમાન તૂટશે.

કોર્ટના ચુકાદા બાદ કંગનાએ વધુ એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે કોઈ સરકારના મનસ્વી નિર્ણય સામે ઊભું થાય છે અને જીતે છે તો તે વ્યક્તિની જીત નથી, પરંતુ લોકશાહીની જીત છે. તમને જણાવી દઈએ કે કોર્ટે કંગનાના બંગલા અને ઓફિસ પર BMCની કાર્યવાહીને ખામીયુક્ત કાર્યવાહી ગણાવી હતી.

Niraj Patel