કંગના રનૌતે આરપાર દેખાય એવા કપડામાં શેર કરી ખુબ જ બોલ્ડ તસવીરો તો યુઝર્સ તૂટી પડ્યા ટ્રોલ કરવા માટે

બાપ રે આ શું પહેર્યું???? ફેન્સ બોલ્યા બોલ્યા, “બીજાને તો જ્ઞાન આપે છે અને પોતે શરમજનક બનીને …”

બોલીવુડની ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મો કરતા તેના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તે પોલિટિક્સ હોય, બોલીવુડમાં નેપોટિઝ્મ હોય કે પછી કોઈપણ મુદ્દો કેમ ના હોય, તેના ઉપર પોતાના બેબાક નિવેદન આપીને ચર્ચામાં આવી જતી હોય છે, પરંતુ હાલ કંગના ઉપર ટ્રોલર્સ ટ્રોલિંગનો વરસાદ કરી રહ્યા છે. (તસવીરો: કંગના રનૌતે ફેસબુક)

કંગના હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રોલ થઇ રહી છે અને તેના ટ્રોલ થવા પાછળનું કારણ તેનું કોઈ નિવેદન નથી પરંતુ તેના દ્વારા શેર કરવામાં આવેલી તેની બોલ્ડ તસ્વીર છે. તેને પારદર્શક કપડાંની અંદર બે તસવીરો શેર કરી છે. જેના કારણે સોશિયલ મીડિયામાં તે ટ્રોલિંગનો સામનો કરી રહી છે.

કંગના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરના બેકગ્રાઉન્ડમાં સન સેટ નજર આવી રહ્યો છે. કંગના કોઈ તળાવના કિનારે ઉભી રહીને પોઝ આપી રહી છે. આ તસ્વીરની અંદર કંગનાએ સફેદ રંગના બ્રાલેટ અને પેન્ટમાં નજર આવી રહી છે. તેને પોતાના લુકને બન અને ગોલ્ડન ચેન સાથે કંલ કર્યો છે.

આ તસ્વીરમાં કંગના ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ તસ્વીર શેર કરવાની સાથે તેને એક શાયરી પણ કેપશનમાં લખી છે. કંગનાએ શાયર ગાલિબની એક ખુબ જ સરસ શાયરી “મોહ્હબત્તમેં નહીં હે ફર્ક જીને ઔર મરને કા, ઉસી કો દેખકર જીતે હે જિસ કાફિર પે દમ નીકલે” કેપશનમાં લખી છે.

ઘણા લાંબા સમય પછી કંગનાનો આ બોલ્ડ અવતાર જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે. તેના આ સુપર બોલ્ડ અવતારને લઈને કંગના ચર્ચામાં છે. જ્યાં કેટલીક અભિનેત્રીઓને કંગનાનો આ લુક પસંદ આવી રહ્યો છે તો કેટલાક યુઝર્સ કંગનાના આ બોલ્ડ અંદાજને ના પસંદ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે તે મોટાભાગે કપડાં ઉપર બીજા સ્ટાર્સને સલાહ આપે છે અને પોતે બ્રાલેટમાં પોઝ આપી રહી છે. ઘણા યુઝર્સ તેને આમ કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.

આજકાલ, કંગના તેની આગામી ફિલ્મો માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે તેણે તેની આગામી ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની રેપ અપ પાર્ટીની તસવીરો પણ પોસ્ટ કર્યા અને શૂટિંગ પૂરું થયા બાદ એક લાગણીસભર પોસ્ટ લખી. આ ફિલ્મમાં કંગના ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળશે.

Niraj Patel