ખુલ્લેઆમ કંગના રનૌતે આ વ્યક્તિને બાહોમાં લઇ કરી કિસ, વીડિયો વાયરલ થતા મચી ગયો હંગામો

પાર્ટીમાં આ વ્યક્તિને વારંવાર કિસ કરતી રહી કંગના રનૌત, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં તેના પ્રોફેશનલ ફ્રંટમાં ઘણી વ્યસ્ત છે. અભિનેત્રીની ઘણી બધી ફિલ્મો પાઇપલાઇનમાં છે અને સાથે જ તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’નું ખૂબ પ્રમોશન પણ કરી રહી છે. હાલમાં જ કંગના પહેલીવાર ઓટીટી રિયાલીટી શો ‘લોકઅપ’ હોસ્ટ કરતી જોવા મળી હતી. કંગનાનો આ શો સુપરહિટ સાબિત થયો. હવે કંગનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કંગના એક વ્યક્તિને વારંવાર કિસ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો જોઇને ચાહકો હેરાન થઇ રહ્યા છે. કારણ કે કંગના જે વ્યક્તિ પર પ્રેમ લૂંટાવતી જોવા મળી રહી છે, તે બીજુ કોઇ નહિ પરંતુ લોકઅપ કંટેસ્ટેંટ રહેલ શિવમ છે. કંગના અને શિવમની આ બોન્ડિંગ નેટિજન્સને ઘણી પસંદ આવી રહી છે અને હવે આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, લોકઅપની ટ્રોફી જ્યાં મુનવ્વર ફારૂકીએ પોતાના નામે કરી છે.

ત્યાં લોકઅપમાં એકબીજા સાથે ઝઘડતા સ્ટાર કંટેસ્ટેંટ લોક બહાર તેના સક્સેસ બેશ અને પાર્ટીમાં ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા. શોના પહેલા સિઝનને અપાર સફળતા મળતા કંગના અને એકતા કપૂરે મળી ગ્રૈંડ પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં તમામ સેલેબ્સ અને બધા કંટેસ્ટેંટ્સે શિરકત આપી હતી. આ પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જો કે, બધાને સૌથી વધારે કંગના અને શિવમનો વીડિયો પસંદ આવ્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કંગનાની ફિલ્મ ‘ધાકડ’ જલ્દી જ આવવાની છે. જ્યાં ફિલ્મના ટ્રેલરમાં કંગનાનો બિંદાસ અંદાજ જોવા મળી રહ્યો છે, તો ફિલ્મના પહેલા ગીતમાં કંગનાના બોલ્ડ અંદાજને જોયા બાદ ચાહકો વચ્ચે આ ફિલ્મને લઇને વધુ આતુરતા જોવા મળી રહી છે.

Shah Jina