સ્વિમિંગ પુલમાં ભાણિયાની સાથે મસ્તી કરતી જોવા મળી કંગના, લોકોએ કહ્યું, “બાળક સામે તો શરમ કરી લે…”

અરે બાપ રે આ શું ફરી પહેર્યું? 7 PHOTOS જોતા જ ફેન્સનો મગજ છટક્યો…કહ્યું કે શરમ કર

બોલીવુડની ક્વિન કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે જાણીતી છે, તે કોઈપણ મુદ્દા ઉપર નિષ્પક્ષ પોતાનો પક્ષ રાખે છે, અને નીડર થઈને પોતાના નિવેદનો આપતી હોય છે, જેના કારણે તે ચર્ચામાં પણ આવતી હોય છે. પરંતુ હાલ કંગનાનું ચર્ચામાં રહેવાનું કારણ તેના નિવેદન નહિ પરંતુ તેની તસવીરો બની છે.

કંગના થોડા દિવસથી પોતાના સોશિયલ મીડિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી રહી છે, જેના કારણે તે ટ્રોલર્સના નિશાન ઉપર પણ આવી ગઈ છે. બે દિવસ પહેલા જ તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર આરપાર દેખાય એવા કપડાંની અંદર તસવીરો શેર કરી હતી, જેના કારણે લોકોએ તેને આડા હાથે લીધી હતી.

હવે ફરી એકવાર કંગનાની કેટલીક બોલ્ડ તસવીરો સામે આવી છે, જેમાં તે પોતાના ભાણીયા સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને કેટલાક યુઝર્સ તેની પ્રસંશા કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે.

કંગનાએ આ તસ્વીરોમાં બ્લેક સ્વિમિંગ શૂટ પહેર્યો છે. આ ઉપરાંત તેને એક મોટી ટોપી અને ચશ્મા પણ કેરી કર્યા છે. ભાણીયા પૃથ્વી સાથે સ્વિમિંગ પુલમાં ઉતરેલી કંગના પોતે પણ બાળક બની ગયેલી જોવા મળી રહી છે.

આ તસવીરો શેર કરવાની સાથે જ કંગનાએ લખ્યું છે, “મારા દીકરા સાથે વૉટર પાર્કમાં એક દિવસ. હું પાણીથી દૂર રહ્યું છે અને તે પાણી સાથે પ્રેમ કરે છે. પરંતુ મેં ખુબ જ મજા માણી. કારણ કે તે વોટર પાર્કમાં ખુબ જ ખુશ હતો. મને લાગે છે કે આજ પ્રેમ છે.”

કંગનાની આ તસવીરો જોઈને સોશિયલ મીડિયામાં લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, “બાળકોની સામે તો શરમ કરી લો.” તો બીજા એક વ્યક્તિએ લખ્યું છે કે, “આપણી ભારતીય સંસ્કૃતિને આગળ લઈને જઈ રહેલી સભ્ય નારી.” તો અન્ય એક યુઝર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “વાત સંસ્કૃતિની કરે છે, પરંતુ પોતાના માટે કઈ નથી વિચારતી. બીજાને બહુ જ્ઞાન આપે છે.”

કંગનાને ભલે સોશિયલ મીડિયામાં લોકો ટ્રોલ કરવાનો એક મોકો પણ ના ચુકતા હોય, છતાં કંગનાને આવી કોઈ બાબતોથી કોઈ ફર્ક પડતો નથી. તે ટ્રોલર્સને ધારદાર જવાબ આપવા માટે પણ જાણીતી છે. તે તેના જવાબથી ટ્રોલર્સની બોલતી પણ બંધ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે કંગનાએ હાલમાં જ પોતાની ફિલ્મ “ધાકડ”નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિનો રોલ કરી રહી છે. કંગના ઉપરાંત આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

Niraj Patel