કંગના રનૌતની કારને ખેડૂતોએ પંજાબમાં રોકી, પ્રદર્શનકારી બોલ્યા- ખેડૂત વિરોધી નિવેદન માટે માંગે માફી

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવી છે. પંજાબના કિરાતપુરમાં શુક્રવારે ખેડૂતોએ વિરોધ કરીને કંગના રનૌતની કારને રોકી હતી. કંગના પર ખેડૂતોના આંદોલનને લઈને સતત વિવાદાસ્પદ નિવેદનો આપવાનો આરોપ છે. કંગના તેના સિક્યોરિટી સ્ટાફ સાથે કારમાં હતી, આ દરમિયાન વિરોધીઓએ તેની કાર રોકી હતી. પ્રદર્શનકારીઓના હાથમાં ઝંડા હતા અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમણે ખેડૂતો અને કૃષિ કાયદાને રદ કરવાની માંગણી કરનારાઓ સામેના તેમના વક્તવ્ય બદલ કંગના પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરતા કંગનાએ દાવો કર્યો કે, ‘મને અહીં ટોળાએ ઘેરી લીધી છે. તેઓ મારી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.

કંગનાને સોશિયલ મીડિયા પર ખેડૂતો, ખાસ કરીને શીખ સમુદાય વિરુદ્ધ  ટિપ્પણીઓ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ઈન્સ્ટાગ્રામ પર શીખ સમુદાય વિરુદ્ધ કથિત રૂપે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ખેડૂતોના વિરોધને “ઈરાદાપૂર્વક” “ખાલિસ્તાની ચળવળ” તરીકે ગણાવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીએ શીખ સમુદાય વિરુદ્ધ ‘વાંધાજનક અને અપમાનજનક’ ભાષાનો ઉપયોગ કર્યો હતો. દેશની આઝાદી અંગેના નિવેદનને કારણે વિવાદમાં આવેલી કંગના પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો પણ આરોપ છે.

કંગનાએ દાવો કર્યો હતો કે સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધીનું સમર્થન મળ્યું નથી. એટલું જ નહીં, કંગનાએ બાપુના ‘અહિંસાના મંત્ર’ની પણ મજાક ઉડાવી અને કહ્યું કે વધુ એક ગાલ આગળ મુકવાથી ભીખ મળે છે, આઝાદી નહીં. કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કર્યો છે. આ સાથે કંગના રનૌતે લખ્યું, પંજાબમાં પ્રવેશતાની સાથે જ મારી કાર પર ટોળાએ હુમલો કર્યો. તેઓ કહે છે કે તેઓ ખેડૂત છે. કંગના રનૌતે બીજો વીડિયો શેર કરીને જણાવ્યું કે તે શુક્રવારે હિમાચલ પ્રદેશથી પંજાબ પહોંચી હતી. તેણે દાવો કર્યો હતો કે તે રાજ્યમાં પહોંચતાની સાથે જ તેને ટોળાએ ઘેરી લીધી હતી. કંગના રનૌતે કહ્યું, ‘તેઓ પોતાને ખેડૂત ગણાવે છે અને મારા પર હુમલો કરી રહ્યા છે, અપશબ્દો બોલી રહ્યા છે, મને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.

આ દેશમાં આ પ્રકારની મોબ લિંચિંગ થઈ રહી છે, જે સામાન્ય છે. કંગના રનૌતે પરિસ્થિતિને ‘અવિશ્વસનીય’ ગણાવી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો સુરક્ષા ન હોત તો શું થાત. કંગના રનૌતે કહ્યું, ‘આટલી બધી પોલીસ છે, છતાં મારી કારને હટાવવાની મંજૂરી નથી આપવામાં આવી રહી. શું હું રાજકારણી છું? હું પાર્ટી ચલાવી રહી છું. આ શું વર્તન છે?’ કંગના રનૌતે કહ્યું, ‘ઘણા લોકો મારા નામે રાજનીતિ કરી રહ્યા છે, આ સ્થિતિ તેનું પરિણામ છે. જો પોલીસ ન હોત તો તેઓ ખુલ્લેઆમ લિંચિંગ કરતા હોત. એક વીડિયોમાં કંગના રનૌત ભીડમાંથી એક મહિલા સાથે વાતચીત કરતી અને તેનો હાથ પકડીને જોવા મળી હતી. ત્યાંથી નીકળ્યા બાદ કંગનાએ ખુશીથી કહ્યું, ‘હું સંપૂર્ણપણે સુરક્ષિત છું અને ત્યાંથી નીકળી ગઈ છું. પંજાબ પોલીસ અને CRPFનો આભાર.

કંગનાએ આ ઘટનાના તમામ વીડિયો અને તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે. અભિનેત્રીએ એ બાબતે ખુલાસો કર્યો છે, કેટલાક એવા અહેવાલ છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે તેણે ખેડૂતોની માફી માંગી છે. કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટના અંગે પોતાનો પક્ષ રાખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

કંગના રનૌતે કહ્યું કે ન તો તેને કોઈએ માફી માંગવા કહ્યું અને ન તો તેણે કોઈની માફી માંગી. કંગનાએ લખ્યું, ‘હું ખેડૂત વિરોધી નથી, અને માફી માંગવાનો સવાલ જ નથી. હા, એ લોકો થોડા ગુસ્સે હતા, તેમને મારા વિશે થોડી ફરિયાદો હતી. મેં તેમની ફરિયાદો સાંભળી અને મારો દૃષ્ટિકોણ સમજાવ્યો.

Shah Jina