ખુશખબરી: કંગના રનૌતના ઘરમાં આવી ખુશીઓ, ખુશીમાં નીકળી ગયા આંખોના આંસુ, એવું નામ પાડ્યું કે તમે પણ કહેશો વાહ.. જુઓ તસવીરો

Kangana Ranaut becomes Bua : બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત કોઈને કોઈ કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ખાસ તેના બેબાક નિવેદનોના કારણે તે વધારે ચર્ચામાં રહે છે. પરંતુ હાલ કંગના ફરી ચર્ચામાં આવી છે અને આ વખતે તે કોઈ નિવેદનને લઈને નહિ પરંતુ તેના ફોઈ બનાવને લઈને. નવરાત્રીના પવિત્ર દિવસોમાં કંગનાના ઘરે નાના મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. કંગના આખરે ફોઈ બની ગઈ છે. કંગનાએ પોતે સોશિયલ મીડિયા પર બાળકની તસવીરો શેર કરીને આ માહિતી આપી છે.

કંગના બની ફોઈ :

આ તસ્વીરોમાં કંગના બાળકને ખોળામાં પકડીને બેઠેલી જોવા મળી રહી છે. ફોઈ બનવાની ખુશી કંગનાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. કંગનાએ તસવીરોની સાથે સ્પેશિયલ કેપ્શન લખીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. કંગના રનૌતે ટ્વિટર પર તેના ભત્રીજાની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કંગના તેના ભત્રીજાને ખોળામાં લઈને ખુશી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તસવીરોમાં કંગનાના લુકની વાત કરીએ તો તેણે પિંક કલરની સાડી પહેરી છે.

તસવીરો કરી શેર :

કંગનાની સાથે તેની માતા અને બહેન રંગોલી ચંદેલ પણ જોવા મળી રહી છે. પ્રથમ તસ્વીરમાં, કંગનાની માતા તેના પૌત્રને પ્રેમથી ખોળામાં પકડીને બેઠેલી જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં કંગનાના હાથમાં એક બાળક છે અને તેની માતા અને બહેન પણ છે. ત્રીજી તસવીરમાં કંગનાનો ભાઈ અક્ષત રનૌત તેના બાળકને પ્રેમથી જોતો જોવા મળે છે. આ તસવીરોને ચાહકો હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કંગનાના ફોઈ બનવાને લઈને અભિનંદન પણ પાઠવી રહ્યા છે.

લખ્યું સુંદર કેપશન :

આ તસવીરો શેર કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યું, ‘આજે આ શુભ દિવસે અમારા પરિવારને એક બાળકના આશીર્વાદ મળ્યા છે, મારા ભાઈ અક્ષત રનૌત અને તેની પત્ની રિતુ રનૌતને એક પુત્રનો આશીર્વાદ મળ્યો છે. અમે આ તેજસ્વી અને મોહક બાળકનું નામ અશ્વત્થામા રનૌત રાખ્યું છે. તમે બધા અમારા પરિવારના નવા સભ્યને આશીર્વાદ આપો, અમે તમારી સાથે અમારી અપાર ખુશીઓ વહેંચીએ છીએ.”

Niraj Patel