આવી ગયા મોટા સમાચાર: સેફની બેગમ કરીના સીતા માતાનો રોલ નિભાવશે? નિર્ણય આવી ગયો

શું તૈમુરની અમ્મી કરીના સીતાનો રોલ નિભાવશે? મેકર્સે લીધો સૌથી મોટો ફેંસલો- જુઓ

કરીના કપૂર ખાન તેની બીજી પ્રેગ્નેન્સીની ચર્ચા બાદ હવે સીતાના અભિનય માટે ચર્ચામાં હતી. સીતાના રોલ માટે કરીના કપૂરનું નામ સામે આવતા જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કરીના કપૂર ખાને ફિલ્મમાં સીતાનો રોલ કરવા માટે 12 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. જેના માટે પણ ખુબ જ હોબાળો મચ્યો હતો. જેના બાદ સોશિયલ મીડિયા ઉપર કરીનાને બાયકોટ કરવાની માંગણી ચાલી રહી હતી.

હવે આ ફિલ્મને લઈને એક બીજી જાણકારી સામે આવી રહી છે. મીડિયા દ્વારા મળી રહેલી ખબર અનુસાર ફિલ્મ મેકર્સ દ્વારા કરીના કપૂર ખાનનું નામ સીતાના પાત્રમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તેની જગ્યાએ હવે મેકર્સ કંગના રનૌતને કાસ્ટ કરવા માંગે છે.

મીડિયા રિપોર્ટ્સનું  માનીએ તો “સીતા ધ ઈન્કાર્નેશન”ના મેકર્સ કરીના કપૂરની જગ્યાએ હવે કંગના રનૌતને ફિલ્મમાં સાઈન કરવા માટે વિચારી રહ્યા છે. ફિલ્મના લેખક વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા કંગનાને ફિલ્મમાં લેવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. જેના બાદ માનવામાં આવી રહ્યું છે કે બોલીવુડની વીરાંગના જ સીતા ધ ઈન્કાર્નેશનમાં નજર આવશે. જો કે હજુ આ ફિલ્મના મેકર્સ અને કંગના તરફથી આ ખબરની પુષ્ટિ કરવામાં નથી આવી.

મીડિયા  રિપોર્ટ અનુસાર “સીતા-ધ ઈન્કાર્નેશન”થી કરીના કપૂરનું નામ જોડાઈ રહ્યું હતું. પરંતુ મેકર્સ દ્વારા બેબોને આ ફિલ્મ માટે ક્યારેય એપ્રોચ કરવામાં નહોતી આવી. કેવી વિજેયન્દ્રને લાગતું હતું કે આ ફિલ્મ માટે કંગના પરફેક્ટ ચોઈસ રહેશે. જો કે હજુ મેકર્સ દ્વારા કાસ્ટિંગને લઈને કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો.

Niraj Patel