મનોરંજન

જયા બચ્ચનને કંગનાએ હડફેટે લીધી, કહ્યું: “તારી દીકરી શ્વેતાનું શોષણ થતું, અભિષેક ફાંસી લગાવી લેતો, ત્યારે પણ તમે આવું જ કહેતા?”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં આવેલું ડ્રગ્સ કનેક્શનનો મામલો હવે સંસદ સુધી પણ પહોંચી ગયો છે. બીજેપીના સાંસદ રવિ કિશને સંસદમાં ડ્રગ્સના મુદ્દા ઉપર વિવાદ છેડ્યો તો સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને ઇન્ડસ્ટ્રીને બદનામ કરવાનો આરોપ લગાવી દીધો. રવિ કિશનનું નામ લીધા વિના જ જયા બચ્ચને કહ્યું: “જે થાળીમાં ખાવ છો, તેમાં જ છેદ કરો છો?” હવે જયા બચ્ચનના આ નિવેદન ઉપર અભિનેત્રી કંગના રનૌતે જયા બચ્ચનની દીકરી શ્વેતા અને અભિષેકને લઈને ધારદાર કોમેન્ટ આપી છે.

Image Source

ગોરખપુરના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અભિનેતા રવિ કિશને દેશ અને બોલીવુડમાં ડ્રગ્સનો મુદ્દો સોમવારના રોજ લોકસભામાં ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતું કે: “હાનિકારક દવાઓના સેવનના માધ્યમથી દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. મને દુઃખ સાથે ક્હેવું પડી રહ્યું છે કે આ કાવતરામાં આપણા પાડોશી દેશોનો હાથ છે. દર વર્ષે ચીન અને પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મંગાવવામાં આવે છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેના વ્યસની છે. આ  વ્યસનમાં ઘણા લોકોને પકડી લેવામાં આવ્યા છે. એનસીબી બહુ જ સારું કામ કરી રહી છે. દુઃખની વાત એ છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં જે લોકોને રોલ મોડેલ માનવામાં આવે છે તે પણ ડ્રગ્સના વ્યસની નીકળે છે. મારો કેન્દ્ર સરકારને અનુરોધ છે કે અપરાધીઓને જલ્દી જ પકડવામાં અને કાર્યવાહી કરવામાં આવે.”

જયા બચ્ચને પણ રવી કિશનના જવાબ ઉપર પોતાની તીખી પ્રતિક્રિયા આપતા મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે: “કેટલાક લોકોના કારણે તમે આખી ઇન્ડસ્ટ્રીની છબી ખરાબ ના કરી શકો. મને કાલે બહુ જ ખોટું લાગ્યું. જયારે લોકસભામાં એક સદસ્ય જે પોતે ઇન્ડસ્ટ્રીનો ભાગ છે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ખરાબ કહ્યું, જે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવ્યું, તે એને ગટર કહે છે. હું તેનાથી બિલકુલ સહમત નથી. જે થાળીમાં ખાય છે એમાં જ કાણું કરે છે. હું સરકારને અપીલ કરું છું કે ઇન્ડસ્ટ્રીને સુરક્ષા જોઈએ.”

હવે આજ બાબતને લઈને કંગનાએ જયા બચ્ચન ઉપર નિશાન સાધતા ટ્વીટ કર્યું છે. તેને ટ્વીટમાં લખ્યું છે કે: “જયાજી, શું તમે એ સમયે પણ એમ જ કહેતા જયારે મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતા બચ્ચન હોતી ? અને ટીનેજમાં  જ તેમને મારવામાં આવતા, ડ્રગ્સ આપવામાં આવતું અને શોષણ કરવામાં આવતું. જો અભિષકે તમને ફરિયાદ કરતો કે તેને બુલી કરવામાં આવી રહ્યો છે અને શોષણ કરવામાં આવી રહ્યું છે અને તે એક દિવસ ફાંસીથી લટકતો દેખાતો, શું તમે ત્યારે પણ આજ વાત કહેતા ? અમારા પ્રત્યે થોડો સ્નેહ બતાવો !!”

કંગના રનૌતની આ ટ્વીટ બાદ ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને આ મુદ્દો હાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.