મનોરંજન

પોતાની તૂટેલી ઓફીસ જોઈને ભાવુક થઇ ગઈ કંગના રનૌત, દરેક બાજુએ ફેલાયેલો હતો કાટમાળ

બોલીવુડની ક્વિન કંગના રનૌત ઉપર મુશ્કેલીઓ વરસી રહી છે. બે દિવસ પહેલા બીએમસી દ્વારા તેની ઓફિસને તોડી નાખવામાં આવી હતી ત્યાર બાદ કંગના ઓફિસ તૂટ્યા બાદ પહેલીવાર ઓફિસની મુલાકાત લેવા માટે પહોંચી હતી. એ દરમિયાનની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છે, જેમાં કંગના પણ ભાવુક થતી જોવા મળી રહી છે, અને તૂટેલી ઓફ્સનો કાટમાળ પણ વિખેરાયેલો જોઈ શકાય છે.

Image Source

કંગના મુંબઈમાં આવ્યા બાદ ગુરુવારના રોજ પહેલીવાર પોતાના ઘરેથી  નીકળી અને પોતાની ઓફિસ પહોંચી હતી. જ્યાં પોતાની તૂટેલી ઓફિસ જોઈને તે ભાવુક પણ થઇ હતી.

Image Source

ઓફિસની ચારેય બાજુએ કાટમાળ પડેલો હતો. કંગનાએ આખી ઓફિસની મુલાકાત લીધી અને એ દરમિયાન તેની આંખોમાંથી આંસુઓ પણ વહી રહ્યા હતા.

Image Source

કંગનાએ ઓફિસની મુલાકાત લેતા ગ્રાઉન્ડ ફ્લોર, પહેલા અને બીજા માળે જઈને પણ મુલાકાત લીધી હતી.

Image Source

કંગના ઓફિસમાં 15થી 20 મિનિટ સુધી રોકાઈ હતી અને તેને બારીકીથી પોતાની તૂટેલી ઓફિસને જોઈ હતી.

Image Source

કંગનાએ આ બાબતે ટ્વીટ કરીને પણ જણાવ્યું હતું કે “હું આ વાતને વિશેષ રૂપે સ્પષ્ટ કરવા માંગુ છે કે મહારાષ્ટ્રના લોકો સરકાર દ્વારા કરવામાં આવેલી ગુંડાગર્દીની નિંદા કરે છે. મારા મરાઠી શુભચિંતકોના બહુ જ ફોન આવી રહ્યા છે. દુનિયા કે હિમાચલના લોકોના દિલમાં જે દુઃખ થયું છે તે લોકો એવું ક્યારેય ના વિચારે કે મને અહીંયા પ્રેમ અને સન્માન નથી મળતું.”

Image Source

કંગનાએ પોતાની ઓફિસ માટે પણ લખ્યું હતું કે: “આ મારા માટે એક ઇમારત નથી પરંતુ રામ મંદિર છે.” તેને બીએમસીને બાબર જણાવતા લખ્યું કે: “આજે ત્યાં બાબર આવ્યો છે, આજે ઇતિહાસ ફરીવાર પોતાને દોહરાવશે, રામ મંદિર ફરી પાછું તૂટશે, પરંતુ યાદ રાખજે બાબર, આ મંદિર પાછું બનશે, આ મંદિર પાછું બનશે… જય શ્રી રામ… જય શ્રી રામ !”

Image Source

કંગનાએ ખુબ જ બારીકાઈથી પોતાની તૂટેલી ઓફિસનું અવલોકન કર્યું અને તમામ દૃશ્યોને પોતાની આંખોમાં કેદ કર્યા.

Image Source

કંગનાની સાથે તેની બહેન રંગોલી પણ ત્યાં હાજર હતી. જેવી જ ગાડી ઓફિસ પહોંચી, તેની બહેન સૌથી પહેલા ઉતરીને ઓફિસમાં ગઈ.

Image Source

થોડી ક્ષણો સુધી તો કંગના ગાડીમાં જ બેસીને પોતાની તૂટેલી ઓફિસના કાટમાળને નીરખતી રહી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.