કરોડો રૂપિયાની નવી મર્સિડિઝ કાર લેવા એવી રીતે પહોંચી કંગના રનૌત કે કારથી વધારે તો કપડાએ ખેચ્યુ ધ્યાન- જુઓ વીડિયો

કંગના રનૌત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓમાંની એક છે. તે એક્ટિંગથી લઈને ડિરેક્શન સુધી કામ કરી રહી છે અને હવે કંગનાએ ફિલ્મ પ્રોડક્શનમાં પણ એન્ટ્રી કરી છે. આ દિવસોમાં તે તેની નવી ફિલ્મ ‘ધાકડ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મની સાથે સાથે તે તેની નવી કારને લઇને પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ પહેલા કંગના રનૌતે એક ચમકતી બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે, જેનો એક વીડિયો સામે આવ્યો છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કંગના રનૌત તેની નવી બ્લેક કલરની મર્સિડીઝ મેબેક એસ680 કાર સાથે જોવા મળી રહી છે.વીડિયોમાં જોઈ શકાય છે કે કંગના રનૌત કાર સાથે પોઝ આપી રહી છે. આ દરમિયાન કંગના તેના પરિવાર સાથે જોવા મળી હતી. આ કારની કિંમત કરોડો રૂપિયામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ નવી લક્ઝરી ચમચમાતી કાર લગભગ 3.6 કરોડ રૂપિયાની છે.

જો કે કંગના પાસે પહેલેથી જ ઘણી કાર છે. હવે આ મર્સિડીઝ કારને પણ તેણે તેના કાર કલેક્શનમાં સામેલ કરી છે.જણાવી દઈએ કે કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ આજે એટલે કે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે. આ ફિલ્મમાં કંગના રનૌતે એજન્ટ અગ્નિની ભૂમિકા ભજવી છે અને ખાસ વાત એ છે કે તે પહેલીવાર સ્ક્રીન પર ખતરનાક એક્શન અને સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

તેણે આ ફિલ્મમાં એક્શન સીન્સ માટે કેટલાય મહિનાની ટ્રેનિંગ લીધી છે, જે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર દેખાડી રહી છે.કંગના રનૌત ઉપરાંત આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા જેવા સ્ટાર્સે કામ કર્યું છે. બોક્સ ઓફિસ પર કંગનાની ફિલ્મ ધાકડ કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ભૂલ ભુલૈયા 2 સાથે ટકરાઈ છે. બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ હતી. જો કે, બંને ફિલ્મો અલગ-અલગ ઝોનરની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કંગનાની ‘ધાકડ’ એક્શન ફિલ્મ છે, જ્યારે કાર્તિકની ‘ભૂલ ભુલૈયા 2’ હોરર-કોમેડી છે. કંગના રનૌત છેલ્લે ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ રિસ્પોન્સ મળ્યો નથી.

Shah Jina