લોકસભા ચૂંટણી પહેલા જ કંગના રનૌતે ખરીદી લક્ઝરી કાર ! વીડિયો થયો વાયરલ- કરોડોમાં છે કિંમત

લોકસભા ચૂંટણી પહેલા જ કંગના રનૌતે ખરીદી લક્ઝરી કાર ! કિંમત સાંભળશો તો પગ નીચેથી જમીન ખસી જશે, જુઓ

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં લોકસભા ચૂંટણીમાં ટિકિટ મળવાને કારણે ચર્ચામાં બનેલી છે. આ વચ્ચે કંગનાએ બ્રાન્ડ ન્યુ મર્સિડિઝ ખરીદી છે, જેની કિંમત 2 કરોડથી વધારે છે. હાલમાં જ કંગનાને તેની નવી કારમાં સ્પોટ કરવામાં આવી હતી. કંગના રનૌત રવિવારે મુંબઈના એક સલૂનની ​​બહાર જોવા મળી હતી. સલૂનમાંથી બહાર નીકળ્યા બાદ કંગના તેની નવી મર્સિડીઝમાં જોવા મળી હતી.

કંગનાએ હાલમાં જ Mercedes Maybach GLS 600 4 MATIC ખરીદી છે. આ 250 kmphની કારમાં 3982-cc એન્જિન છે. આ લક્ઝરી કારની માર્કેટ વેલ્યુ 2 કરોડથી પણ વધારે છે. રિપોર્ટ્સ અનુસાર, કંગના રનૌત ઘણી લક્ઝરી કારની માલિક છે. તેના કાર કલેક્શનમાં Mercedes Maybach S680, BMW 7 Series 730LD, Mercedes GLE 350D SUV અને Audi Q3નો સમાવેશ થાય છે.

કંગના રનૌતને ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડી બેઠક પરથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવી છે. આ દિવસોમાં કંગના પાર્ટીની રેલીઓ અને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. રાજકારણમાં પ્રવેશ્યા બાદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી 14 જૂનના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ઈમરજન્સી પર આધારિત છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે કંગનાએ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું છે. કંગના રનૌતની અગાઉની ફિલ્મ તેજસ રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina
error: Unable To Copy Protected Content!