ખબર ફિલ્મી દુનિયા

કંગના રનૌત અને અંકિતા લોખંડેએ આપી સુશાંતને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ, ડીઝીટલ ન્યાય માટે કરી પહેલ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનને 1 મહિના કરતા પણ હવે વધારે સમય વીતી ગયો છે. તેને પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી, તેની આત્મહત્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સામે ઘણા જ સવાલો ઊભા થયા છે. બોલીવુડના કેટલાક સિતારાઓ સહીત તેના ચાહકો પણ સીબીઆઈ તપાસની મંગની કરી રહ્યા છે.

હાલમાં જ વકીલ ઈશકરણ સિંહ ભંડારીએ લોકોને અપીલ કરી હતી કે એક દીવો અથવા મીણબત્તી પ્રગટાવીને બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપે. આ મુહિમને ના ચાહકોએ પણ બોલીવુડની ક્વિન કંગના રનૌત દ્વારા પણ સફળ બનાવવાં આવ્યું હતું. તેને પણ ડીઝીટલ પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો.

સોશિયલ મીડિયા ઉપર 22 જુલાઈની સાંજે સુશાંત સિંહ રાજપૂતના ચાહકો એ એક દીવો અથવા મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. સુશાંતની આત્મહત્યા બાદ અભિનેત્રી કંગના રનૌતે પણ બોલીવુડના ઘણા રહસ્યોને ખુલ્લા કાર્ય છે. તેને પણ સુશાંતને શ્રન્ધાજલી આપતા પોતાના ટ્વીટર ઉપર #CandleforSSR હેશટેગનો ઉપયોગ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઇશકરણની આ મોહિમમાં સુશાંતની પૂર્વ પ્રેમિકા અભિનેત્રી અંકિતા લોખંડે પણ જોડાઈ હતી તેને પણ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો હતો. જેની અંદર તેને દીવો પ્રગટાવ્યો હતો. અને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી અને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.