સનરાઈઝ હૈદરાબાદની ટીમનો કપ્તાન બની ગયો પિતા, શેર કરી તસવીરો, IPLને વચમાં જ છોડી દીધી હતી, જાણો દીકરો આવ્યો કે દીકરી ?

IPLના મુકાબલા હવે છેલ્લા પડાવની અંદર પહોંચી ગયા છે, પ્લેઓફનો મુકાબલો પણ આજથી શરૂ થઇ જશે, ત્યારે જ હૈદરાબાદની ટીમમાંથી એક ખુશખબરી સામે આવી છે. હૈદરાબાદ અને ન્યુઝીલેન્ડનો કપ્તાન કેન વિલિયમસન પિતા બની ગયો છે. 22 મેના રોજ કેન વિલિયમસને સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે તેની પાર્ટનર સારા રહીમે પુત્રને જન્મ આપ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

કેન વિલિયમસન જે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, તે ટૂર્નામેન્ટ સમાપ્ત થાય તે પહેલા ઘરે પરત ફર્યો હતો. બાળકની ડિલિવરી થવાને કારણે તે વહેલો પાછો ફર્યો હતો, જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની છેલ્લી મેચમાં ભુવનેશ્વર કુમારે ટીમની કમાન સંભાળી હતી.

કેન વિલિયમસને તેના ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી સાથે તસવીર શેર કરી અને લખ્યું કે whnau લિટલ મેનનું સ્વાગત છે. કેન અને સારાહનું આ બીજું સંતાન છે, આ પહેલા બંનેને મેગી નામની પુત્રી છે. કેન દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ઉપર હવે ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે, તેના સાથી ક્રિકેટરોએ પણ કેનને દીકરાના જન્મ માટે શુભકામનાઓ પાઠવી છે.

કેન વિલિયમસનની આઈપીએલ સીઝન વિશે વાત કરીએ તો, તે તેના માટે વધુ સારું રહ્યું નથી. બેટ્સમેન તરીકે અને કેપ્ટન તરીકે તે સદંતર નિષ્ફળ સાબિત થયો. કેન વિલિયમસને આ સિઝનમાં 13 મેચમાં 216 રન બનાવ્યા, જે દરમિયાન તેની એવરેજ 20થી ઓછી રહી. તેમજ સ્ટ્રાઈક રેટ 100થી નીચે રહ્યો હતો.

Niraj Patel