ખબર

કંદોઈઓ પણ મોદીના માસ્ક પહેરીને ધડાધડ લાડવા વાળવા માંડ્યા! જાણો ક્લીક કરીને

૧૭મી લોકસભાના પરિણામ તમે આ પોસ્ટ વાંચતા હશો ત્યાં સુધીમાં આવી ગયાં હશે કે બે આંગળ જેટલાં છેટા હશે! દેશભરમાં માહોલ કેવો બન્યો બાકી? કોઈએ મારા-તારી કરવામાં જરા પણ કસર છોડી ખરી? એમાંય એક્ઝિટ પોલના તારણો આવ્યાં. મોટાભાગની સર્વે એજન્સીઓમાંથી અડધાએ મનથી ને અડધાએ કમને પણ કહી જ દીધું કે આવશે તો મોદી જ!

જે આવે તે પણ ચોતરફ ઉજવણી તો થવાની જ છે. જો જીતા વહી સિકંદરના નાતે વિજેતાઓ મીઠાઈ વહેંચશે, ટેટાં ફોડશે ને રેલીઓ કાઢીને ગલાલ-ગલાલ થઈ જશે. અહીં તમે જે ફોટો જોઈને લખાણ વાંચવા આવ્યા છો એ પણ આવા માહોલની તૈયારીનો જ છે.

વાત જાણે એમ છે કે, ઉત્તર મુંબઈમાં ભાજપના સંસદીય ઉમેદવાર ગોપાલ શેટ્ટીને પોતાની જીત થવાની એનો પાક્કો વિશ્વાસ છે. સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોડકર છે. ગોપાલ શેટ્ટીએ બોરીવલીની એક મીઠાઈની દુકાને સાડી સાત ખાંડી (૩,૦૦૦ કિલો) ના લાડવા બનાવવાનો ઓર્ડર પણ આપી દીધો છે!

Image Source

હવે આ દોઢસો મણ લાડવા ખરેખર કોઈના મોઢા મીઠા કરશે કે ઉકરડે ભંડારાશે એનો આધાર તો અલબત્ત ચૂંટણીના પરિણામ પર જ હોવાનો છે. પણ જીતની આશા બળવાન છે ને! ગુજરાતમાં પણ કમલમ્ કાર્યાલયમાંથી ઓર્ડર છૂટી ગયા છે કે દરેક ક્ષેત્રમાં કેવી રીતે ઉજવણી કરવી!

બોરીવલીમાં આવેલ અંબિકા ફૂડ્સ પ્રોડક્ટની દુકાનને ગોપાલ શેટ્ટીનો ઓર્ડર મળ્યો. કંદોઈઓ પણ બધા મોદીપ્રેમી નીકળ્યા! પછી શું પૂછવું? દરેકે મોદીના મુખોટા પહેર્યાં અને લાડવા વાળવાનું શરૂ કર્યું! દુકાનના માલિક પણ કહે છે કે, આ માથે નહી પડે! ગોપાલ શેટ્ટી જીતવાના તો ખરા જ. હવે જોઈએ શું થાય છે એ તો… પણ એક વાત ખરી કે મીઠાઈવાળાને તો ચૂંટણી ઉજવાઈ ગઈ! દોઢસો મણ લાડુ એટલે વાત ક્યાં પહોંચી?

Image Source

કહે છે કે, શરૂઆતમાં ૨૦૦૦ કિલો લાડુ બનાવવાનો ઓર્ડર અંબિકા ફૂડને મળ્યો હતો. પછી એક્ઝિટ પોલના તારણ આવ્યાં. ગોપાલ શેટ્ટીના સમર્થકોનો ઉત્સાહ બેવડાયો. અને કહી દીધું કે, જાનમાં ધાર્યા કરતા વધારે માણસો આવવાના છે એટલે હજી હજારેક કિલોનો ઘાણવો કાઢી નાખો!

મોદીના મુખોટા ધારણ કરીને કારીગરો તો મંડી પડ્યાં છે સૂરમાના સૂરમાં! બોલો બીજું…તમારે ત્યાં કોણ આવે છે?

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks