દુઃખદ : વધુ એક બોલીવુડની અભિનેત્રી રસોડામાં પંખા સાથે લટકી ગઈ હતી અને દુનિયાને કહ્યું અલવિદા- જાણો વિગત

સુશાંતસિંહ રાજપૂતની જેમ જ આ અભિનેત્રી પણ પંખે લટકી ગઈ હતી, પોલીસે અંદર જઈને જોયું તો હોંશ ઉડી ગયા

સાઉથ અને બોલિવૂડ ડિરેક્ટર રાઘવ લોરેન્સની મુવીમાં ‘કંચના 3’માં કુલ ૪ એક્ટ્રેસે કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઓલીવાય, વેધિકા તથા નિકી તંબોલી (જેને બિગબોસમાં પણ કામ કરેલું હતું) હતાં. આના સિવાય ચોથી એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા પણ હતી.

રશિયન મોડલ તથા એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા એક્ટિંગ કરિયર માટે ભારત આવી હતી. ગોવામાં ભાડેના મકાનમાં થોડાક દિવસ પહેલા 18 ઓગસ્ટના રોજ એલેક્ઝાન્ડ્રા મૃત અવસ્થામાં મળી આવી છે. ઉલ્લેખનીય છે કે ‘કંચના 3’ 2019માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીની ઉમર 24 વર્ષની હતી અને તે રશિયન મોડલ હતી. આ અભિનેત્રીએ સાઉથની તમિલ ફિલ્મ ‘કંચના 3’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એલેક્ઝાન્ડ્રા ગોવાના સિઓલીમમાં રેન્ટનાં હાઉસમાં લવર સાથે રહેતી હતી.

પોલીસ અનુસાર અભિનેત્રીનો લવર બોય ઘરમાં નહોતો ત્યારે તેણે સુસાઈડ કરવાનું નક્કી કર્યું અને તેણે રસોડામાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. તેણે પોતાની પર્પલ રંગની સાડીનો ફંદો બનાવીને આત્મહત્યા કરી હતી.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે એ અભિનેત્રી મેન્ટલી બીમાર હતી અને તેની સારવાર ચાલતી હતી. ગોવા પોલીસને આ કેસ સુસાઈડનો હોય એવું દેખાય છે પરંતુ તેઓ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે.

અભિનેત્રીનો લવર બોય જ્યારે આવ્યો ત્યારે તેણે જોયું કે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. તેણે દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

2019માં આ અભિનેત્રી સાઉથના ચેન્નઇ સ્થિત ફોટોગ્રાફર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આરોપ હતો કે ફોટોશૂટ કર્યા પછી ફોટોગ્રાફરે તેની સાથે રાત ગુઝરવાનું કહ્યું હતું.

તેણે ના પાડી તો ફોટોગ્રાફરે તેને બ્લેકમેલ કરીને ધમકી આપી હતી કે જો તે તેની સાથે નહીં સૂવે તો ફેક એડિટેડ ખરાબ ફોટો સો.મીડિયામાં વાઇરલ કરશે. આ કેસમાં પોલીસે ફોટોગ્રાફરની ધરપકડ કરી હતી.

 

 

YC