કાનમાં જામેલી ગંદગી સાફ કરવાના 5 દેશી નુસખાઓ, સાંભળવાની શક્તિ થઇ જશે તેજ

0
11

કાન શરીરનું એક મહત્વનું અંગ છે. દિવસ દરમિયાન કેટલીય સારી ખરાબ વાતો કાન જ સાંભળતા હોય છે. ઘરડા લોકો કહેતા હતા કે “આંખ ભલે બંધ કરીને સુઈ જાવ, પરંતુ કાન હંમેશા ખુલ્લા રાખીને સુઈ જવું.” તો આ કાનને પણ ચોખ્ખા રાખવા એ આપણી જ જવાબદારી છે. જો કાન સ્વચ્છ હશે તો જ આપણે બરાબર સાંભળી શકીશું.

Image Source

શરીરની સાથે-સાથે કાનની સફાઈ કરવી પણ એટલી જ જરૂરી છે. લોકો મોટાભાગે પોતાના શરીરને સાફ કરી લેતા હોય છે પરંતુ કાન સાફ કરવાનું ભૂલી જતા હોય છે. કાન સાફ ન રાખનાર માણસને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. કાનની સફાઈ ન કરવી એ મોટી બીમારીને આમંત્રિત કરે છે. કાનની સફાઈ ન કરવાથી પણ અંદરનો મેલ જમા રહે છે અને તેને લીધે કાનમાં દુઃખાવો થવાની સમસ્યા થાય છે. તેનાથી કાનનું ઇન્ફેકશન થવાનો પણ ખતરો રહે છે.

લાંબાગાળે વધુ મેલ જમા થઇ જવાના કારણે સાંભળવામાં પણ તકલીફ થી શકે છે અને ઘણીવાર તો અસહ્ય પીડાનો અનુભવ પણ થાય છે. જો તમને પણ કાનમાં દુઃખાવો રહે છે કે તમે પણ તમારા કાનની સફાઈ લાંબા સમય સુધી નથી કરી તો આજે અમે તમને કાન સાફ કરવાના 5 મહત્વપૂર્ણ સરળ ઘરેલું ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયોને અપનાવીને પૈસા ખર્ચ કર્યા વગર જ તમે તમારા કાનની સફાઈ કરી શકશો.

Image Source

1. પહેલો ઉપાય:
જયારે તમે નાહવા બેસો ત્યારે કાનની અંદર થોડું ગરમ પાણી નાખો। નહાયા પછી ભીના કપડાં કે ઈયરબડથી કાનને સાફ કરી લો. આ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. નાહ્યાં પછી કાનનો મેલ નરમ બની જાય છે અને તે આસાનીથી ભાર કાઢી શકાય છે.

Image Source

2. બીજો ઉપાય:
ઓલીવ ઓઈલથી પણ કાનની ગંદગી સારી રીતે સાફ કરી શકાય છે. તેના માટે તમારે રાત્રે સુતી વખતે ઓલીવ ઓઇલના અમુક ટીપાં કાનમાં નાખો. લગભગ 3 થી 4 દિવસ સુધી આવું કરવાથી મેલ નરમ બની જશે. અને વૈક્સ સરળતાથી બહાર નીકળી જશે.

Image Source

3. ત્રીજો ઉપાય:
બેબી ઓઈલની મદદથી પણ કાનની ગંદગી સાફ કરી શકાય છે. તેના માટે સૌથી પહેલા બેબી ઓઈલના અમુક ટીપાં કાનમાં નાખીને રૂ લગાવી લો. તે તમારા કાનમાં જામેલા વૈક્સને થોડી જ વારમાં નરમ બનાવી દેશે. જેનાથી વૈક્સ સરળતાથી બહાર નીકળી જશે.

Image Source

4. ચોથો ઉપાય:
હાઈડ્રોજન પૈરાઓક્સાઈડ અને પાણીનાં અમુક ટીપાં બરાબર માત્રામાં લઈને તેને કાનમાં નાખો. જ્યારે કાનમાં તે સારી રીતે ચાલ્યું જાય ત્યારે અમુક સમય સુધી તેને રહેવા દો. ત્યાર બાદ કાનને નમાવીને પાણી બહાર કાઢી લો. પણ ધ્યાન રહે કે હાઈડ્રોજન પૈરાઓક્સાઈડની માત્રા 3 ટકાથી વધુ ન હોવી જોઈએ. આ પ્રયોગથી કાનની ગંદગી સરળતાથી સાફ કરી શકાય છે.

Image Source

5. પાંચમો ઉપાય:
સૌથી પહેલા અડધો કપ ગરમ પાણી લઇ તેમાં એક ચમચી મીઠું નાખો. મીઠાને પાણીમાં ઓગાળી લો. ત્યારબાદ એક રૂનો નાનો ટુકડો એ પાણીમાં ભીનો કરી. રૂને કાનની અંદર નિચોડો. અડધી મિનિટ બાદ કાનમાં રહેલું એ પાણી કાનને નમાવી ખાલી કરી નાખો. આમ કરવાથી કાનમાં રહેલો મેલ નીકળી જશે.

આશા છે કે, આપને આ દેશી નુસખાઓનો આર્ટિકલ પસંદ પડ્યો હશે. આપના મિત્રો સાથે લીંક શેર કરી એમને પણ માહિતી આપશો, ધન્યવાદ!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here