મનોરંજન

કામ્યા પંજાબીએ તેના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, લગ્નની તસ્વીર થઇ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ- જુઓ 15 તસ્વીર એક ક્લિકે

ટીવીની કિન્નર વહુની સાસુ કામ્યા પંજાબી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કામ્યા પંજાબી એ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સાથે સોમવારે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. કામ્યાના લગ્નની તસ્વીર અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Image Source

લગ્ન બાદ કામ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની તસ્વીર શેર કરી છે. તસ્વીર શેર કરતા કામ્યાએ કેપ્સનમાં લખ્યું હતું કે, Meet the New Me Mrs Kamya Shalabh Dang.

Image Source

જણાવી દઈએ કે, કામ્યાના લગ્નના ફંક્શનની શરૂઆત રવિવારથી થઇ હતી. રવિવારે મહેંદી, હલ્દી અને સંગીત સેરેમની થઇ હતી.

Image Source

આ દરમિયાન કામ્યા ઘણી ખુશ નજરે આવી રહી હતી. આટલું જ નહીં કામ્યાની હાથમાં મહેંદી જોઈને તેની દીકરી આરા પણ બેહદ ખુશ જોવા મળી હતી.

Image Source

સગાઈમાં શલભે ઘૂંટણ પર બેસીને કામ્યાને પ્રપોઝ કરી હીરાની વીંટી પહેરાવી હતી. આ ખાસ દિવસે શલભે સફેદ પેન્ટ અને બ્લુ કલરનો કુર્તો પહેર્યો હતો.

Image Source

જયારે કામ્યાએ બ્લેક અને ગોલ્ડન કલરનો શરારો અને યલો કલરનો કુર્તો અને દુપટ્ટો કેરી કર્યા હતા.

Image Source

પ્રિ-વેડિંગ સેરેમની, હલ્દી, મહેંદી, સંગીત અને લગ્ન બાદ 11 ફેબ્રુઆરી એક ગ્રેન્ડ પાર્ટીનું આયોજન કર્યું છે. આ બાદ રિસેપ્સન દિલ્લીમાં થશે.

Image Source

જણાવી દઈએ કે. કામ્યાના બીજા લગ્ન છે. કામ્યાના પહેલા લગ્ન બિઝનેસમેન બંટી નેગી સાથે કર્યા હતા. લગ્નના 10 વર્ષ બાદ બંને અલગ થઇ ગયા હતા. પહેલા પતિથી કામ્યાને એક દીકરી પણ છે.

Image Source

શલભ દિલ્લીનો રહેવાસી છે અને તેના પણ બીજા લગ્ન છે શલભને એક દીકરો છે.

Image Source

કામ્યાએ જણાવ્યું હતું કે, તે પહેલી વાર શલભને ગત ફેબ્રુઆરીમાં હેલ્થની કેટલીક તકલીફ હોવાને કારણે તેની ફ્રેન્ડ દ્વારા નંબર આપવામાં આવતા મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીત ચાલુ થઇ હતી. શલભે દોઢ મહિના બાદ કામ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

Image Source

કામ્યા માટે ડિવોર્સ અને બ્રેકઅપ બાદ આ આગળ વધુ થોડું અઘરું હતું. પરંતુ થોડો સમય વિચાર્યા બાદ ફેંસલો કર્યો હતો. શલભ કામ્યાના સ્વભાવથી ઈમ્પ્રેસ થયો હતો.

Image Source

કામ્યાએ આ વિષે વાત કરતા કહ્યું હતું કે, ઘણા પુરુષોને મજબૂત મનોબળ ધરાવતી મહિલા સામે વાંધો હોય છે. પરંતુ અમારામાં અલગ છે.

Image Source

શલભને મારી આ વાત જ ગમે છે. મને જલ્દી જ ગુસ્સો આવી જાય છે. પરંતુ તેને કયારે પણ ગુસ્સો આવતો નથી. શલભ મારા કામને અને મારા પરિવાર પ્રત્યેની ફરજને સમજે છે.

Image Source

જણાવી દઈએ કે, કામ્યાએ હાલમાં જ કલર્સે ટીવીના સુપરહિટ શો ‘શક્તિ : અસ્તિત્વ કે અહેસાસ’, ‘બનું મૈં તેરી દુલ્હન’, ‘કોમેડી સર્કસ’ માં નજરે આવી હતી.

Image Source

આ સીરિયલમાં તેને માતાનો રોલ નિભાવ્યો હતો. કામ્યા પંજાબીએ રિયાલિટી શો ‘બિગ બોસ-7’માં પણ નજરે આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.