આજકાલ બૉલીવુડ એક્ટ્રેસ હપય છે કે ટીવી એક્ટ્રેસ તેના કામથી વધારે તેના અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. ટેલિવિઝનની 40 વર્ષીય એક્ટ્રેસ અને 9 વર્ષીય પુત્રીની માતા ફરી એક વાર લગ્નગ્રંથીથી જોડાશે.
ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ બીજી વાર લગ્ન કરવાનો ફેંસલોઃ કર્યો છે. કામ્યા તેના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે લગ્ન કરવા જઈ રહી છે. કામ્યા હાલ તો ટીવી શો ‘ શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’મેં નજરે આવે છે. કામ્યા આજકાલ બેહદ ખુશ છે, કારણકે તેને ફરી એકવાર લગ્ન પરનો વિશ્વાસ આવ્યો છે. બન્ને મુંબઈમાં જ લગ્નગ્રંથીથી જોડાશે.
જણાવી દઈએ કે, કામ્યા પંજાબીએ બંટી નેગીએ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નજીવન ત્રણ વર્ષ સુધી જ ચાલ્યું હતું. બન્નેએ 2013માં અલગ થઇ ગયા હતા. કામ્યાને એક 9 વર્ષની દીકરી પણ છે. કામ્યાએ તેના પતિથી અલગ થયા બાદ તેની દીકરીને સિંગલ મધર તરીકે જ ઉછેર કર્યો છે.
કામ્યાએ જણાવ્યું હતું કે, તે પહેલી વાર શલભને ફેબ્રુઆરીમાં હેલ્થની કેટલીક તકલીફ હોવાને કારણે તેની ફ્રેન્ડ દવારા નંબર આપવામાં આવતા મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીત ચાલુ થઇ હતી. શલભે દોઢ મહિના બાદ કામ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. કામ્યા માટે ડિવોર્સ અને બ્રેકઅપ બાદ આ આગળ વધુ થોડું અઘરું હતું. પરંતુ થોડો સમય વિચાર્યા બાદ ફેંસલો કર્યો હતો.
શલભ કામ્યાના સ્વભાવથી ઈમ્પ્રેસ થયો હતો.કામ્યાએ આ વિષે વાત કરતા કહ્યું હતું કે, ઘણા પુરુષોને મજબૂત મનોબળ ધરાવતી મહિલા સામે વાંધો હોય છે. પરંતુ અમારામાં અલગ છે. શલભને મારી આ વાત જ ગમે છે. મને જલ્દી જ ગુસ્સો આવી જાય છે. પરંતુ તેને કયારે પણ ગુસ્સો આવતો નથી. શલભ મારા કામને અને મારા પરિવાર પ્રત્યેની ફરજને સમજે છે.
જણાવી દઈએ કે, શલભને પણ એક પુત્ર છે. કામ્યા અને શલભ આવતા વર્ષની શરૂઆતમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks