જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

MBA ગુજરાતી દંપતી સવારે સ્ટોલ પર પૌંઆ-પરાઠા વેચે છે, કારણ જાણીને આંખ ભરાઈ આવશે

આપણે સૌ એવા દેશમાં રહીએ છીએ આપણા હાથ હરહંમેશ કોઈની મદદ કરવા માટે ઉઠતા હોય છે. રસ્તે ચાલતા ભિખારી હોય કે કોઈ ગરીબ હોય આપણે હરહંમેશ એ વ્યક્તિની મદદ કરવા તત્પર હોઈએ છીએ અને એમાં પણ તમે ગુજરાતી હોય તો કહેવું જ શું ? આખી દુનિયામાં ગુજરાતી જેવા માયાળુ માનવીઓ તમને ક્યાંય નહિ મળે.

Image Source

આવો જ એક કિસ્સો સામે આવ્યો મુંબઈથી જ્યાં એક દંપતીએ પોતાના કામવાળીને મદદ કરવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. પોતાની કામવાળી બહેનના પતિને લકવો થઈ જવાની વાત સાંભળતા મુંબઈમાં રહેતા એમ.બી.એ. પાસઆઉટ અને સારી કંપનીમાં નોકરી કરતાં એક દંપતીએ તેમને મદદ કરવા માટે કાંદિવલી રેલવે સ્ટેશનની બહાર એક સ્ટ્રીટ ફૂડની લારી શરૂ કરી એની જે પણ કઈ આવક થાય તે એ કામવાળી મહિલાને આપવાનું નક્કી કર્યું છે.

Image Source

આ સમગ્ર માહિતી દિપાલી ભાટિયા નામની એક સ્ત્રીએ પોતાની ફેસબુક પ્રોફાઈલમાં શૅર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે “મુંબઈની ધસમસતી દુનિયામાં જ્યાં પોતાના માટે વિચારવાનો ભાગ્યે જ સમય હોય ત્યાં આ બે સુપર હીરો પોતાના કરતા બીજાના માટે વધુ વિચારે છે. 2જી ઓક્ટોબરના રોજ સવારે સ્ટેશન ઉપર ઉતરી સારું ભોજન શોધી રહી હતી ત્યારે મારી નજર પૌવા, ઉપમા, પરાઠા, ઈડલી વેંચતા એક સ્ટોલ પર પડી. ફૂડ વેંચતા આ દંપતી એકદમ સુખી સંપન્ન પરિવારના લાગી રહ્યા હતા ત્યારે એમને જોઈ મેં પ્રશ્ન કર્યો કે ‘તમે આ રીતે રોડ ઉપર ફૂડ શા માટે વેચો છો ?’ એમનો જવાબ સાંભળીને હું એકદમ દંગ રહી ગઈ. એમને જણાવ્યું ‘તે પોતાની 55 વર્ષની રસોઈ કરવાવાળી બહેન જેના પતિને થોડા સમય પહેલા લકવા થયો છે તેના બનાવેલા જમવાને વેચી અને અમે તેમની મદદ કરી રહ્યા છીએ.’ વધુમાં તેમને જણાવ્યું કે તેઓ ‘આ જગ્યા ઉપર સવારે 4 વાગ્યાથી લઈને 9.30 સુધી કામ કરે છે. પછી બને નોકરી પર જવા માટે રવાના થાય છે.’ તેઓ બંને પોતાના વ્યવસાયના પ્રોફેશનલ છે છતાં તેમને પોતાની રસોઈ કરવાવાળી બહેનની રસોઈ વેચી તેમને મદદ કરવા માંગે છે. કારણે આ ઉંમરે તેમને પૈસા માટે ભાગવું ના પડે.
સલામ છે અશ્વિની શિનોય શાહને જે લોકો એક સાચા હીરો તરીકે બહાર આવી લોકો માટે એક પ્રેરણા પુરી પાડી રહ્યાં છે.”

આજે દુનિયામાં આવું વિચારનારા ખુબ જ ઓછા લોકો છે ત્યારે ગુજરાતના આ દંપતીએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડીને ઘણા લોકોને પ્રેરણા આપી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.