શું કમો ચૂંટણી લડશે ? રિપોર્ટરે પૂછ્યો કમાને આ સવાલ ત્યારે શું જવાબ આપ્યો કમાએ, જુઓ

કમો તો કમો છે ભાઈ અને આજે ગુજરાતમાં એક મોટું નામ બની ગયો છે. ખોબા જેવડા ગામ કોઠારીયામાંથી આવતા દિવ્યાંગ કમાને તેના ગામના લોકો સિવાય કોઈ વધારે ઓળખતું પણ નહોતું, પરંતુ કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં કમાની ખ્યાતિ આજે ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં થઇ ગઈ છે. ત્યારે કમા વિશે હવે એક પછી એક નવી નવી વાતો જાણવા મળી રહી છે.

કમાના જીવન વિશે જાણવા માટે ઘણા બ્લોગર અને ઘણા યુટ્યુબર કમાના ઘરે જાય છે અને તેનું ખાસ ઇન્ટરવ્યૂ પણ કરતા હોય છે. ત્યારે હાલમાં જ ન્યુઝ મીડિયા ગુજરાત તકની ટીમ પણ કમાના ઘરે ગઈ હતી અને કમા તેમજ તેના માતા પિતા સાથે પણ કેટલીક વાતો કરવામાં આવી હતી જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ગુજરાત તકના રિપોર્ટરે સૌ પ્રથમ કમાના માતાજી સાથે વાત કરી હતી, તેમને કમાના માતાજીને પૂછ્યું કે કિર્તીદાને કમાનો હાથ ઝાલ્યો પછી તેના જીવનમાં કેવો બદલાવ આવ્યો, જેના જવાબમાં કમાના માતાજીએ કહ્યું કે, “કિર્તીદાને હાથ ઝાલ્યા પછી કમાને વધારે લોકો ઓળખવા લાગ્યા.” વધુમાં તેમને પૂછ્યું કે હવે પહેલા કરતા જીવન કેવું છે ત્યારે કમાની મમ્મીએ કહ્યું કે હવે પહેલા કરતા જીવન વધારે સારું છે.

રિપોર્ટરે કમાના પિતા સાથે પણ વાત કરી હતી અને તેમને સવાલ કરતા પહેલાની આર્થિક સ્થિતિ અને હાલની આર્થિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં કમાના પિતાએ જણાવ્યું કે હવે પહેલા કરતા આર્થિક સ્થિતિ વધુ સારી છે અને હવે ઘણો ફેર પડી ગયો છે, કિર્તીદાને હાથ ઝાલ્યો પછી તેનું મગજ પણ કામ કરવા લાગ્યું. જેના માટે કીર્તિભાઇનો અમે આભાર માનીએ છીએ.

જેના બાદ રિપોર્ટરે કમા સાથે પણ વાત કરી હતી અને કમાને પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંદાજમાં ભારત માતા કી જય બોલાવી હતી જેના બાદ કમાને લગ્ન કરવાની ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું હતું. જેનો જવાબ આપતા કમાએ ના પાડી હતી. આ ઉપરાંત રિપોર્ટરે કમા પાસે મોદીની થોડી એક્ટિંગ પણ કરાવી હતી.

કમાને રિપોર્ટરે એમ પણ પૂછ્યું કે મુખ્યમંત્રીને મળ્યા તો તે કેવા હતા, જેના જવાબમાં કમાએ તે સારા હતા એમ જણાવ્યું. રિપોર્ટરે કમાને ચૂંટણી લડવા વિશે પણ પૂછ્યું હતું, ત્યારે કમાએ ચૂંટણી લડીશ એમ પણ જણાવ્યું હતું. જયારે રિપોર્ટરે કમાને પૂછ્યું કે ક્યાંથી લડશે તો તેને જણાવ્યું કે તે કોઠારીયાથી ચૂંટણી લડશે. આ ઉપરાંત કમાએ એમ પણ જણાવ્યું હતું કે તેને ઘરે ગમતું નથી અને ડાયરામાં જવું ગમે છે.

Niraj Patel