ગુજરાતનો હીરો બની ગયેલો કમો CM ભુપેન્દ્ર પટેલ સાથે જોવા મળ્યો સ્ટેજ પર, આપ્યું ભાષણ, આખા ગુજરાતે કરી કમાભાઈની વાહ વાહ.. જુઓ

કિર્તીદાનના ડાયરામાંથી પ્રખ્યાત બની ગયેલો દિવ્યાંગ કમો આજે આખા ગુજરાતની અંદર એક મોટું નામ બની ગયો છે. તેને મળવા માટે જનમેદની ઉમટી પડે છે. ફક્ત કિર્તીદાનના જ ડાયરામાં નહિ પરંતુ ઘણા બધા લોક કલાકારોના ડાયરામાં કમો હાજરી આપે છે અને લોકો પણ તેની સાથે એક સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હોય છે.

કમો જયારે ડાયરામાં પહોંચે છે ત્યારે લોકો તેનું ફૂલ હાર પહેરાવીને સન્માન પણ કરતા હોય છે, સાથે જ તેના ઉપર રૂપિયા ઉડાવી તેને ભેટમાં પણ હજારો રૂપિયા આપતા હોય છે. જેની શરૂઆત કિર્તીદાન ગઢવીએ તેને 2000 રૂપિયા આપીને કરી હતી. ત્યારે આજે કમો ગુજરાતનો હીરો બની ગયો છે.

હાલમાં જ એક કાર્યક્રમની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સ્ટેજ પર કમો પણ ઉપસ્થિત રહ્યો હતો અને આ દરમિયાન તેને સ્ટેજ ઉપરથી ભાષણ પણ આપ્યું હતું. જેને સાંભળીને લોકો પણ તેની વાહ વાહ કરવા લાગ્યા હતા, આ કાર્યક્રમમાં કમાની સાથે ડાયરાસમ્રાટ કિર્તીદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોઠારીયાનો કમો આજે ગુજરાતનું ખુબ જ જાણીતું નામ છે ત્યારે ભાવનગરમાં યોજાઈ રહેલા એક કાર્યક્રમમાં ઘણા બધા રાજકારણી નેતાઓ સાથે સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કિર્તીદાન ગઢવી સાથે કમાએ પણ હાજરી આપી હતી. જ્યાં કમાનું સન્માન કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ તેમની સાથે હાથ પણ મિલાવ્યા હતા.

કિર્તીદાન ગઢવીએ ત્યાં હાજર જનમેદનીને હાથમાં માઈક લઈને જણાવ્યું કે કમો પણ મુખ્યમંત્રી સામે બે મિનિટ ભાષણ આપશે. ત્યારે કમાએ માઈક હાથમાં લઈને પોતાના ભાષણની શરૂઆત “ભારત માતા કી જય” બોલાવી કરી હતી. જેના બાદ તે નરેન્દ્ર મોદીના અંદાજમાં “ભાઈઓ બહેનો” બોલતો પણ જોવા મળ્યો હતો. કમાના આ અંદાજને જનતાએ પણ વધાવી લીધો હતો.

જનતાએ કમાનુ તાળીઓ પાડીને અભિવાદન પણ કર્યું હતું. આ ઉપરાંત પણ કમાએ ઘણા કાર્યક્રમોમાં હાલ હાજરી આપી છે. મોંઘીદાટ લકઝરી ગાડીઓમાં તેની સવારી નીકળે છે. જનતા વચ્ચે પહોંચીને તે હાથ હલાવી લોકોનું અભિવાદન કરે છે. આજે કમો શૂટ બુટ પહેરી અને વટથી ફરે છે. કાર્યક્રમોમાં તેની સાથે બોડીગાર્ડ પણ જોવા મળે છે.

Niraj Patel