ખબર

ગુજરાત કોંગ્રેસના નેતાઓને કોરોનાનું ગ્રહણ, વધુ એકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ- જાણો વિગત

ગુજરાતના કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ગુજરાતમાં કોરોના 3 હજારથી વધુ છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં કોંગ્રેસને કોરોનાનું કલંક લાગી ગયું છે.

Image source

અમદાવાદમાં વધુ એક કોંગ્રેસના નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બહેરામપુરાના કોંગ્રેસના કાઉન્સિલર કમળાબેન ચાવડાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. કમળાબેનને બે દિવસથી શારીરિક ગભરામણ થવાની સમસ્યા થઈ રહી હતી. જેના બાદ કમળાબેન ચાવડાને SVP માં ભરતી કરાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Image source

જણાવી દઈએ કે, બહેરામપુરા વિસ્તાર કોરોનાનો હોટસ્પોટ વિસ્તાર છે. અહીંથી અનેક કેસ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જણાવી દઈએ કે, રવિવારે રાતે આ જ વિસ્તારના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાને કારણે નિધન થયું હતું. બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ તથા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Image source

બદરુદ્દીન શેખ કોરોના સામે જંગ જીતી શક્યા ન હતા. બદરૂદ્દીન શેખ કોરોનાની મહામારીના સમયે પણ લોકો વચ્ચે સમાજ સેવા કરી રહ્યા હતા અને આ સમાજ સેવા દરમિયાન જ તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.