મનોરંજન

ખુબ જ દર્દનાક છે આ અભિનેતાની કહાની, જન્મદિવસ પર માં-બહેનને ગોળી મારી પિતાએ પોતાને પણ ઉડાવી દીધા

રિયલ અને રીલ લાઈફની દુનિયામાં જમીન-આસમાનનો ફર્ક હોય છે પણ ઘણીવાર રિયલ લાઈફ પણ ફિલ્મી જેવી જ લાગે છે. એવી જ એક કહાની અભિનેતા કમલ સદાનાની છે જેને કદાચ આજે લોકો ભાગ્યે જ ઓળખતા હશે. ફિલ્મોમાં દમદાર અભિનય કરનારા કમલનું જીવન ખુબ જ દર્દ ભર્યું રહ્યું હતું.

Image Source

21 ઓક્ટોબર 1970 ના રોજ જન્મેલા કમલ સદાના 49 વર્ષના થઇ ચુક્યા છે, વધતી ઉંમરની સાથે સાથે કમલની ફિલ્મોની યાદો પણ ધૂંધળી થઇ ચુકી છે. આજે અમે તમને કમલ સદાનાની જીવનશૈલી અને તેના સંઘર્ષ વિશે જણાવીશું.

Image Source

હાલ આ અભિનેતા ફિલ્મોમાં જોવા નથી મળતા પણ એક સમય એવો પણ હતો કે તે દરેકના ફેવરિટ અભિનેતાઓની લિસ્ટમાં શામિલ હતા. પણ સમયની સાથે સાથે તેને ફિલ્મો મળવાનું બંધ થવા લાગ્યું અને તે ઈન્ડસ્ટ્રીથી દૂર ચાલ્યા ગયા.

Image Source

કમલ સદાનાએ વર્ષ 1992 માં આવેલી ફિલ્મ ‘બેખુદી’ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેને અભિનેત્રી કાજોલ સાથે રોમાન્સ કર્યો હતો. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. જેના પછી કમલે ‘રંગ’ ફિલ્મમાં કામ કર્યું હતું.

Image Source

કમલ સદાનાનું જીવન ખુબ જ દુઃખ ભર્યું રહ્યું હતું. ખાસ કરીને તેના 20 માં જન્મદિવસે તેની સાથે બનેલી ઘટનાથી કમલ આજ સુધી બહાર નથી આવી શક્યા.

Image Source

આ કિસ્સો સંભળાવતા કમલે કહ્યું હતું કે,”તેના પિતા બૃજ સદાના ખુબ જ ગુસ્સેલ સ્વભાવના હતા અને અવાર-નવાર પિતા અને માં સઈદા ખાન વચ્ચે ઝઘડાઓ થતા હતા. એવામાં તેના 20 માં જન્મદિવસે પણ આવું જ કંઈક થયું અને દારૂના નશા ધૂત થઈને ભાન ભૂલીને પિતાએ ગુસ્સાથી બંદૂક લઈને માં અને બહેનને ગોળી મારી અને પછી પોતાને પણ ગોળી મારી દીધી. બહેન અને માં નું ત્યાં જ મૃત્યુ થઇ ગયું”.

Image Source

આવી રીતે પોતાની નજર સામે જ માં અને બહેનને મરતા જોઈને પોતાની પણ જિંદગી જાણે કે ખતમ જ થઇ ગઈ. જો કે કમલ આજ સુધી એ નથી જાણી શક્યા કે તેના પિતાએ આખરે ગોળી શા માટે ચલાવી અને એવો કેવો ઝઘડો થયો હતો.

Image Source

કમલે એવું પણ જણાવ્યું કે એક સમયે તેની પટૌડીના નવાબ સૈફ અલી ખાન સાથે તેની ખુબ સારી મિત્રતા હતી. કમલે કહ્યું કે,”સૈફનાં પિતા મંસૂર અલી ખાનના નિધન વખતે મને પઘડી સમારોહ માટે બોલાવવામાં આવ્યો હતો પણ તેણે પોતાના લગ્નમાં મને બોલાવ્યો ન હતો”.

Image Source

જો કે આજે પણ કમલ સૈફની બહેન સોહા અલી ખાનના સંપર્કમાં છે. કમલ સદાના હવે આ બધા માંજલાથી દૂર ફિલ્મો ડાયરેક્ટ કરી રહ્યા છે. કમલે કહ્યું કે ફિલ્મોમાં અભિનય છોડીને તે ખુબ જ ખુશ છે. આજે કમલ પત્ની અને બે બાળકો સાથે સુખી જીવન વિતાવી રહ્યા છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.