આમિર ખાન પછી બોલિવુડમાં વધુ એકનું ઘર ભાંગ્યું: અભિનેતા કમલ સદાના લગ્નના 21 વર્ષ બાદ પત્નીને આપશે તલાક

કાજોલનો ઓનસ્ક્રીન બોયફ્રેન્ડનું 21 વર્ષે ઘર ભાંગ્યું, જુઓ લઇ રહ્યો છે તલાક

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન હાલમાં જ થોડા સમય પહેલા તેમની બીજી પત્ની કિરણ રાવથી અલગ થયા છે. તે બાદ હવે બોલિવુડમાં વધુ એક કપલ અલગ થઇ રહ્યુ છે. બોલિવુડ અભિનેત્રી કાજોલ સાથે ફિલ્મ “બેખુદી”માં કામ કરી ચૂકેલા અભિનેતા કમલ સદાના અને તેમની પત્ની લીઝા જોન અલગ થવા જઇ રહ્યા છે. તેમણે તેમના તલાકનું એનાઉન્સમેન્ટ કર્યુ છે.

આ કપલ 21 વર્ષ સુધી લગ્નના બંધનમાં બંધાયેલા રહ્યા અને હવે લગ્નના આટલા વર્ષો બાદ તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. કમલ સદાનાની પત્ની લીઝા મેકઅપ આર્ટિસ્ટ છે. ઇટાઇમ્સ સાથે વાતચીત કરતા તલાકની વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

કમલ સદાના મુંબઇમાં રહે છે, જયારે તેમની પત્ની તેના માતા-પિતા સાથે ગોવામાં રહી રહી છે. તમને જણાવી દઇએ કે, આ કપલે 21 વર્ષ પહેલા 1 જાન્યુઆરી 2000ના રોજ લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરો અંગથ અને દીકરી લીયા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો કમલ 90sમાં પોપ્યુલરમાં હતા. તેમણે “બેખુદી”થી ડેબ્યુ કર્યયુ હતુ. આ ફિલ્મ વર્ષ 1992માં આવી હતી. કાજોલ ફિલ્મમાં તેમના ઓપોઝિટ રોલમાં હતા. પરંતુ આ ફિલ્મ ચાલી નહિ.

વર્ષ 1993માં તેઓ “રંગ” નામની એક ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમાં દિવ્યા ભારતી તેમના ઓપોઝિટ રોલમાં હતી. આ ફિલ્મને સારી સક્સેસ મળી હતી. તે ફૌજ, બાલી ઉમ્રને સલામ, રોક ડાંસર, હમ હે પ્રેમી, અંગારા, જાલસાજ, મોહબ્બત અને જંગ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

કમલ સદાના છેલ્લે ફિલ્મ “કરકશ” ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે સુચિત્રા પિલ્લઇ જોવા મળી હતી. આ ફિલ્મને તે બંને સ્ટાર્સે પ્રોડ્યુસ કરી હતી. વર્ષ 2007માં કમલ સદાનાએ પિતાની બ્લોકબસ્ટર ફિલ્મ “વિક્ટોરિયા નંબર 203″ની રિમેક બનાવી, આનું નિર્દેશન અનંત મહાદેવને કર્યુ હતુ.

કમલ સદાના મશહૂર ફિલ્મ નિર્માતા બ્રિજ સદાના અને અભિનેત્રી સઇદા ખાનના દીકરા છે. પિંકવિલાની ખબર અનુસાર, 21 ઓક્ટોબર 1990ને બિજે કથિત રીતે તેમની પત્ની અને દીકરીની હત્યા કરી આત્મહત્યા કરી લીધી હતી. તે દિવસે કમલનો જન્મદિવસ હતો.

Shah Jina