રાતોરાત સ્ટાર બની ચૂકેલા કમાને નાનપણમાં શું થયુ હતુ ? માતા-પિતાએ ખોલ્યું રહસ્ય

રાતોરાત ફેમસ થયેલાં દિવ્યાંગ કમાની માતાએ ખોલ્યું મોટું રહસ્ય, નાનપણમાં ડોક્ટરે જે કહ્યું તે જાણીને લોકો હેરાન થઇ ગયા

ગુજરાતના ખૂણે ખૂણે આજે એક નામ ઘણુ ચર્ચામાં છે અને તે છે કોઠારીયાના કમાનું. જેને લોકો કાલ સુધી બોલાવતા પણ નહોતા તે આજે કમાભાઈ કહીને બોલાવે છે અને તેમને મળવા માટે પણ આતુર હોય છે. દિવ્યાંગ હોવા છતાં આટલું મોટું નામ બનાવવું તે તો એક કિસ્મતની જ વાત માનવામાં આવે છે. સોશિયલ મીડિયામાં પણ કમાના હવે 1 લાખ આસપાસ ફોલોઅર્સ પણ બની ગયા છે.કમાનું આ નામ બનાવવા પાછળ સૌથી મોટો હાથ ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીનો છે.

કમા વિશે થોડી ઘણી વાતો હવે લોકો જાણી ચૂક્યા છે, પરંતુ તેમના માતા-પિતાએ તેના બાળપણ વિશે જે કહ્યુ છે તે તમે નહિ સાંભળ્યુ હોય. તેના માતા-પિતા પાસેથી તેની એક વિશેષ વાત સામે આવી છે. તેના માતા-પિતાએ કહ્યું હતું કે કમો જ્યારે નાનો હતો ત્યારે જ ડોક્ટર કહ્યું હતું કે તેઓ મંદ બુદ્ધિના બાળક છે. તેને ભજનમાં વિશેષ લાગણી જોવા મળશે અને એવું જ થયું. કિર્તીદાને પોતાના ડાયરામાં કમાને આગળ સ્થાન આપ્યું, તેનું સન્માન કર્યું. ગુજરાતમાં જ નહિ પરંતુ આજે કમો દેશ વિદેશમાં એક જાણીતું નામ બની ગયો છે.

આજે કમો જ્યાં પણ જાય છે ત્યાં તેની રોયલ એન્ટ્રી પડે છે, લક્ઝુરિયસ કારમાં તેની સવારી નીકળે છે. આસપાસ બોડીગાર્ડ જોવા મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કમાનુ સન્માન કર્યું. આ ઉપરાંત ગુજરાતના મોટાભાગના ડાયરા કલાકારો કમાને તેમના ડાયરામાં આમંત્રણ આપે છે અને તેનું સન્માન પણ કરતા હોય છે.પરંતુ આખું ગુજરાત કમાને ફક્ત કમા તરીકે જ ઓળખે છે. ત્યારે જણાવી દઇએ કે, ડાયરામાં ડાન્સના વીડિયો થકી ઘેર-ઘેર જાણીતો બનેલો કમો એટલે કે કમલેશ સુરેન્દ્રનગરના કોઠારિયા ગામનો વતની છે.

તેના ઘરમાં માતા પિતા અને ભાઈ પણ છે. પરંતુ કમો ઘરે નથી રહેતો. તે દિવ્યાંગ હોવાના કારણે કોઠારીયા ગામમાં જ આવેલા શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ જે એક ગૌશાળા પણ છે ત્યાં જ રહે છે.”કમો” નાનપણથીજ રામામંડળ અને ડાયરાનો શોખીન છે અને પોતે ગાવાનો પણ શોખીન છે. કમો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળમાં ખુજ રસ ધરાવતો હતો. થોડા સમય પહેલા કોઠારીયાના શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપાની તિથિ નિમિતે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કિર્તીદાન ગઢવીએ ડાયરો કર્યો હતો.ત્યારે આ ડાયરામાં કિર્તીદાને “રસિયો રૂપાળો” ગીત ડાયરામાં લલકાર્યું ત્યારે કમાએ ઉભા થઈને ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો અને ત્યારથી લોકો પણ કમા વિશે જાણવા માંગતા હતા. ધીમે ધીમે કમાની ઓળખ વધતી ગઈ, તેનું નામ મોટું થવા લાગ્યું અને આજે ગુજરાતના ઘર ઘરમાં કમો એક જાણીતું નામ બની ગયો.

Shah Jina