કેનેડાના ડાયરામાં કિર્તીદાન લઇ આવ્યા વિદેશી કમો, જોવા માટે લોકોના ટોળા જમ્યા, જુઓ વીડિયોમાં કેવી જામી હતી મોજ

જ્યાં કિર્તીદાન ત્યાં કમો ! જુઓ કેનેડામાં પણ કિર્તીદાનના કાર્યક્રમમાં જોવા મળ્યો કમો, વીડિયોમાં અદ્દલ કોઠારીયાના કમા જેવા વ્યક્તિને જોઈને લોકો પણ રહી ગયા હેરાન, જાણો કોણ છે તે…

ગુજરાતની અંદર ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ઠેર ઠેર ડાયરા થતા હોય છે, એવા જ એક ડાયરામાં કિર્તીદાનને એક રતન મળ્યું. આ રતન હતું કમો. તેમના એક ડાયરામાં કમો આવ્યો અને ડાન્સ કર્યો જેના બાદ આખા ગુજરાતમાં જ નહિ દુનિયાબરમાં કમાનો બોલબાલા વ્યાપી ગઈ હતી. કિર્તીદાન વિદેશમાં પણ ડાયરો કરવા માટે જાય ત્યાં પણ લોકો કમાની ડિમાન્ડ કરતા હતા. ગુજરાતમાં પણ ઠેર ઠેર કમાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડતા હતા.

ત્યારે હાલ એક વિદેશી કમો પણ સામે આવ્યો છે. કિર્તીદાન ગઢવી હાલ અમેરિકા અને કેનેડામાં ડાયરાના કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે કેનેડામાં યોજાયેલા તેમના એક ડાયરાની અંદર એક વિદેશી કમો જોવા મળી રહ્યો છે, જેને જોવા માટે પણ લોકોના ટોળા જામેલા છે. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

કેનેડાના વિન્ડસરમાં 15 ઓક્ટોબરના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિર્તીદાન ગઢવીએ કેનેડામાં વસતા ગુજરાતીઓને મન મૂકીને ઝુમાવ્યા હતા. આ કાર્યક્રમમાં તેમને ઉમટી પડેલા લોકો માટે એક ખાસ સરપ્રાઈઝ પણ રાખી હતી. જેમાં ખેલૈયાઓ માટે તેમેં અમેરિકાથી આ કાર્યક્રમમાં ખાસ અમેરિકાનો કમો બોલાવ્યો હતો. જેને જોઈને લોકોએ તેના ઉપર ડોલરનો વરસાદ પણ કર્યો હતો.

ત્યાં હાજર લોકો માટે પણ આ નજારો ખુબ જ ખાસ હતો. કારણ કે આ અમેરિકાનો કમો અદ્દલ આપણા કોઠારીયાના કમા જેવો જ દેખાતો હતો. જેના કારણે લોકોમાં પણ તે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કોઠારીયાના કમાની જેમ જ આ કમો પણ નાચ્યો હતો અને લોકોનું ભરપૂર મનોરંજન કરાવ્યું હતું, ત્યાં હાજર લોકો પણ આ નજારો જોઈને ઉત્સાહમાં આવી ગયા હતા. જેમ કોઠારીયાનો કમો પુષ્પાની જેમ ઝુકેગા નહિ સ્ટાઇલ કરે છે તેવી જ સ્ટાઇલ આ અમેરિકાના કમાએ પણ કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જય સરદાર ગ્રુપ તેમજ સિદ્ધિ એન્ટરટેઇનમેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા કરવામાં આવ્યું હતું. સતત 1 કલાક સુધી આ અમેરિકન કમાએ લોકોને મજા કરાવી. તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો હાજર થયા હતા. કિર્તીદાને આ કર્યક્રમનો એક વીડિયો પણ શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટમાં એમ પણ કહી રહ્યા છે કે જ્યાં કિર્તીદાન ત્યાં કમો.

આ કમાએ ત્યાં એકાદ કલાક કેટલી હાજરી આપી હતી અને પછી પાછો અમેરિકા ચાલ્યો ગયો હતો. અમેરિકન કમો પણ મૂળ ગુજરાતી છે અને તેનું નામ સાગર પટેલ છે. સાગર પટેલ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે, તેઓ મૂળ બારડોલીના છે. તેઓ પોતે પણ હેન્ડીકેપ છે અને વધારે બોલી શકતા નથી. અમેરિકામાં તેઓ કોઈ સંસ્થાની અંદર રહે છે. ત્યારે સાગર પટેલને જોઈને લોકોનો ઉત્સાહ બમણો થઇ ગયો હતો.

Niraj Patel